October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.રર
આજે ભારતીય જનતા પાર્ટીદાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં દમણ-દીવ પ્રદેશ લઘુમતી મોરચાની એક ખાસ બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં શ્રી દીપેશભાઈ ટંડેલ અને પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી શ્રી યુનુશ તલત ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
સભાનું સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સર્વ સમાવેશક છે, આ વિચારધારા ધરાવતો આ પક્ષ વિશ્વનો સૌથી મોટો પક્ષ છે. આપ સૌએ સાથે મળી પક્ષના સંગઠનને મજબૂત બનાવવાનું છે. જે માટે, હું ગ્રાઉન્‍ડ લેવલ પર કામ કરવા માટે આહ્‌વાન કરું છું.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી શ્રી યુનુશ તલટે ઉપસ્‍થિત અધિકારીઓને સંગઠનાત્‍મક માર્ગદર્શન આપ્‍યું હતું. લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી શોકતભાઈ મિઠાણીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લઘુમતી મોરચા દ્વારા પક્ષના જનાધારને વધારવા થઈ રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી.
આ અવસરે લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી વસીમ સૈયદ, શ્રી મુસ્‍તાકભાઈ તવા, દમણ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી ગુલામ ઈસ્‍માઈલ ઈમામ, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી બી.એમ.માછી, દમણ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

વલસાડ ભાજપ ટીમે સાંસદ ધવલ પટેલના નેતૃત્‍વમાં ગણેશ મહોત્‍સવ માટે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી

vartmanpravah

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટે અસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

Leave a Comment