August 7, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

નાની દમણ નવી જેટીના કિનારે બનનારું ભવ્‍ય સમુદ્ર નારાયણ મંદિર : દરરોજ મહાઆરતીનો સંકલ્‍પ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજરોજ દમણ ફિશરીઝ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ ટંડેલ (દાદા)ના નેતૃત્‍વમાં માછીમાર પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન માછી સમાજના ચેરમેન શ્રી ગોપાલભાઈ ટંડેલ(દાદા) સહિત સભ્‍યોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો નવી જેટીના નિર્માણ માટે મંજૂરી અને સમુદ્ર નારાયણ મંદિર માટે જગા ફાળવી આપવા બદલ પુષ્‍પગુચ્‍છ આપી આભાર પ્રગટ કર્યો હતો.
મુલાકાત દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે માછીમારો માટે સાંઈ બાબા મંદિરની પાછળ જેટી બનાવવામાં આવશે. જેથી માછીમારો પોતાની બોટ પાર્કિંગ કરી શકશે. મંદિર નિર્માણ માટે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરતા પ્રશાસકશ્રીએ જણાવ્‍યું હતું કે,ભવ્‍ય મંદિરનાનિર્માણ બાદ અહી રોજ આરતીનું આયોજન કરવા તેમણે ઉપસ્‍થિત સભ્‍યોને વિનંતી કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણ બીચ રોડ અને તેની સાથે જોડાયેલા પ્રોજેક્‍ટો અંગે જાણકારી આપી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કિલ્લાની બાજુમાં ખાણીપીણીના સ્‍ટોલ શરૂ કરવા અંગે પણ માહિતી આપી હતી.

Related posts

પારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

Leave a Comment