July 27, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણઃ કચીગામની હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓએ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થાની બાબતમાં પોલીસતંત્ર દ્વારા લેવાતા વિવિધ અગમચેતીના પગલાંની પણ આપેલી સમજણ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન ‘બેટીસુરક્ષા- બેટી શિક્ષા ૅ કાર્યક્રમ અંતર્ગત કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન કડૈયા, નાની દમણ ખાતે શુભેચ્‍છા મુલાકાત યોજવામાં આવી હતી. જેમાં પી.આઇ. શ્રી સોહીલ જીવાણી અને પી.એસ.આઈ. શ્રીમતી સેજલ પટેલ તેમજ તેમના સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે પોલીસ દ્વારા લેવાતા અગમચેતીના પગલાં સહિત આરોપીઓની ધરપકડ માટે તૈયાર કરવામાં આવતી પ્રક્રિયાની પણ રસાળ શૈલીમાં સમજણ આપવામાં આવી હતી.
દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીના નેતૃત્‍વમાં વિદ્યાર્થીઓને પોલીસ કર્મીના વિવિધ સાધનો તેમજ એફ.આઈ.આર કઈ રીતે કરવામાં આવે છે, આરોપીને કેવી રીતે પકડી શકાય, પોલીસકર્મીઓને સુરક્ષા માટે કયા સાધનો આપવામાં આવે છે, આરોપીઓ માટેની જેલ તેમના રેકોર્ડ કઈ રીતે સાચવવામાં આવે, તેમજ સમાજની સુરક્ષા માટે પોલીસ કર્મીઓ કઈ રીતે કાર્ય કરે છે અને સમાજની રક્ષા કરે છે એ તમામ બાબતો અંગે શાળાના વિદ્યાર્થીઓને સચોટ સમજૂતી આપવામાં આવી હતી અને કાયદા-પાલનની પણ સમજૂતી અપાઈ હતી.
આ શુભેચ્‍છા મુલાકાતને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી અશ્વિન આર. પટેલ, ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ કાર્યક્રમના ચેરમેન શ્રીમતી દેવલબેન પટેલ, વાઇસ ચેરમેન શ્રીમતી વંદના પટેલ તથા શાળાનાતમામ શિક્ષકમિત્રોનો વિશેષ ફાળો રહ્યો હતો.

Related posts

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામડા વિસ્‍તારમાં પીવાના પાણીની ઉદ્‌ભવેલી વિકટ સમસ્‍યા

vartmanpravah

Leave a Comment