(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે ધરમપુર વિસ્તારમાંવિદ્યાદાન કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ધરમપુરના બીઆરસી ભવન ખાતે અંદાજે 29 દિવ્યાંગ બાળકોને અભિરંગ યુવા ગૃપ દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર બીઆરસી કો-ઓર્ડિનેટર નેહલબેન ઠાકોર અને પીએસઆઈ આર.કે. પ્રજાપતિ, અભિરંગ યુવા ગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોની શાળાઓમાં અંદાજે 300 વિદ્યાર્થીઓને કીટ વિતરણ માટે ટીમ રવાનાᅠકરવામાં આવી હતી.