Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

પ્રમુખની ટર્મ બે નહી પણ ત્રણ વર્ષ કરવાનો નવો એજન્‍ડા અચાનક ફૂટતા મેમ્‍બરોમાં વિરોધ અને આક્રોશ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (વી.આઈ.એ.) આમ તો પ્રાથમિક રીતે ઉદ્યોગના હિત અને વિકાસ માટે કામકાજ કરતુ એસોસિએશન ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્‍ડ બદલાયો છે. અહીં સામુહિક નહી બલ્‍કે ગણ્‍યા ગાંઠયા ખાસમખાસ મોટા ઉદ્યોગગૃહો માટેની સંસ્‍થા વી.આઈ.એ. બની ચૂકી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. એટલા માટે કે આગામી તા.30 માર્ચે વી.આઈ.એ. બંધારણમાં ફેરફાર કરવા એ.જી.એમ. યોજાનાર છે. વર્તમાન પ્રમુખની ટર્મ નિયમ મુજબ બે વર્ષની હોય છે પરંતુ ત્રણ કરવા બંધારણ ફેરફાર કરવા એ.જી.એમ. યોજાવા જઈ રહી છે. જેના ઘેરા પ્રત્‍યાઘાત મેમ્‍બર્સમાં પડી રહ્યા છે.
અત્રે એસ્‍ટેટમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ વી.આઈ.એ.નો કાર્યભાર માત્ર 40 થી 50 મોટી ઈન્‍ડસ્‍ટ્રીઝ પાછલા બારણે ચલાવી રહી છે અને એ એટલા માટે કે તેમના ઉદ્યોગનું ઈન્‍ફયુલન્‍સને ટ્રીટમેન્‍ટ કરવાનોમોટો ખર્ચો છે. તેથી વાપી ગ્રીન એન્‍વાયરોને પોતાની મરજી મુજબ ચલાવવા માટે અને ઈન્‍ફયુન્‍સનો બારોબાર નિકાલ કરવાના મનસુબા પાર પાડવા માટે વી.આઈ.એ.માં કહ્યાગરા પ્રમુખ બેસાડવામાં આવે છે. જેની આડ અસર નાના ઉદ્યોગોને થઈ રહી છે. તેઓ પાસેથી દર મહિને એસ્‍ટોર્શન મની ઉઘરાવાશે તેવી ચર્ચાઓ છે. બીજુ આ આખો ખેલ વાપી ગ્રીન ઉપર કબજો કરવાનો જ છે. એટલે બંધારણમાં ફેરફાર કરી કહ્યાગરા પ્રમુખ વી.આઈ.એ.માં બેસાડવાના અને બધુ એક માર્ગિય ધુપ્‍પલ ચલાવે રાખવાના પ્રયાસો જ વાપીના કેટલાક સ્‍મોલ સ્‍કેલ ઉદ્યોગપતિઓ બતાવી રહ્યા છે. આગામી એ.જી.એમ.માં બંધારણમાં ફેરફાર થઈ જશે. સામુહિક ઉદ્યોગપતિના વ્‍યૂજ લીધા સિવાય બધુ બંધ બારણે પુરુ થઈ ગયું છે. એ.જી.એમ. માત્ર ફોર્માલીટી જ રહેશે.

Related posts

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

Leave a Comment