October 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક , વલસાડ, તા.24

વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા મેરેજ હોલ ખાતે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્‍મૃતિ સેવા સમિતિ, ધરમપુર દ્વારા તા.૨૩/૦૩/૨૨ શહીદ દિન નિમિત્તે આયોજિત મહા રક્‍તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું. રક્‍તની વર્તાઈ રહેલી અછતને લઈ રક્‍તદાન કેન્‍દ્રોને સહયોગ આપવા આયોજિત આ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કરવા દાતાઓની મદદથી બ્‍લુટુથ હેડફોન, ટી શર્ટ, પાણીની બોટલ, ચશ્‍મા જેવી ભેટ આપવામાં આવી હતી. આ રક્‍તદાન કેમ્‍પમાં લકી ડ્રો નું પણ આયોજન કરાયું હતું. જેમાં તેજસભાઈ માકડીયા વિજેતા થયા હતા. રક્‍તદાન શિબિરને સફળ બનાવવા માટે રેનીશકુમાર મકવાણા, દેવલ રાંચ અને સંઘના જિલ્લા સેવા પ્રમુખ મનસુખભાઇ વાવડીયા તેમજ આર.એસ.એસ.ના સ્‍વંયસેવકોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર સાંભળવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડમાં જાહેર સ્‍થળોમાં અખાડે ગયેલી ફાયર સિસ્‍ટમો: સર્વિસ કરાવાની દોડધામ મચી

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્‍તે ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment