Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

શકીલ બજરુદ્દીન કુરેશી ગત તા.11 જાન્‍યુ.એ વલસાડ હાઈવે પર પીકઅપ વાનમાં 283 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25
વલસાડ ડિસ્‍ટ્રીક્‍ટ સેશન્‍સ કોર્ટે ગતરોજ વલસાડ ધમડાચી હાઈવે ઉપર પીકઅપ વાનમાં 283 કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી ફગાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.11મી જાન્‍યુઆરીના રોજ વલસાડ રૂરલ પોલીસે હાઈવે ધમડાચી પાસે પીકઅપ ગાડી નં.જીજે 23 સી.બી. 7395ને અટકાવી ચેકીંગમાં ગાડીમાં 283 કિલો ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આરોપી શકીલ બજરુદ્દિન કુરેશીની ધરપકડપોલીસે કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસે સેસન્‍સ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કર્યા બાદ આરોપીએ જેલ મુક્‍ત થવા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ગતરોજ તા.24 માર્ચે કોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણીમાં ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર જજશ્રી પ્રકાશ પટેલએ આરોપી શકીલ કુરેશીની જામીન અરજી નામંજૂર કરી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

Leave a Comment