દીવ જિલ્લાથી પણ લાલુભાઈ પટેલે ઉમેદવારી કરતા ભાજપના કાર્યકરોમાં છવાયેલો આનંદ અને ઉત્સાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દીવ જિલ્લાથી પણ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જેના કારણે દીવ જિલ્લાના કાર્યકરોમાં ખુબ જ આનંદ અનેઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રી લાલુભાઈ પટેલના ઉમેદવારી પત્રક ભરવાના રોડ શો દરમિયાન દીવ જિલ્લાના કાર્યકર્તાઓ, વિવિધ મંડળો, મોરચા તથા બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં વિવિધ સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણ, પ્રદેશ ચૂંટણી સમિતિના ચેરમેન શ્રી બી.એમ.માછી, દીવ જિલ્લાના આગેવાન શ્રી રામજીભાઈ પારસમણી, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશ ડેર, સહિત મોટી સંખ્યામાં દીવની જનતા ઉપસ્થિત રહી હતી.