Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: સમગ્ર ગુજરાત રાજ્‍યના શહેરી વિસ્‍તારના રહેવાસીઓ રખડતા ઢોરની સમસ્‍યાનો સામનો કરી રહ્યા છે. શહેરોમાં રખડતા ઢોર ગંભીર, જોખમી બન્‍યા છે. રખડતા ઢોરથી થતા અકસ્‍માતોને કારણે ઘણાં લોકોને ઈજા પહોંચી છે અને જાન પણ ગુમાવ્‍યા છે. આ સમસ્‍યાને હળવી કરવા માટે, ગુજરાત રાજ્‍યના શહેરી વિસ્‍તારોમાં ઢોરના લાઈસન્‍સ આપવાનું પણ નક્કી કરવામાં આવ્‍યું છે.
આ ઉપરાંત હાલ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્‍તારમાં ઢોરોનો ત્રાસ અટકાવવા માટે રખડતા ઢોરો પકડવાની તથા નક્કી થયેલ દંડ ભરી પશુ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.
પારડી નગરપાલિકા દ્વારા પણ આ હુકમને લઈ ઢોરો પકડવાનું અભિયાન વહીવટદાર આર.આર. ચૌધરી, ચીફ ઓફિસર બી.બી.ભાવસાર, સેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર ભાવેશ પટેલ તથા સુપરવાઈઝર પંકજ ગરાણીયા અને પાલિકાના કર્મચારીઓ દ્વારા ઢોરોપકડવાનું અભિયાન આજરોજ શરૂ કરવામાં આવ્‍યું હતું. જેમાં પારડી વિસ્‍તારમાંથી સાત જેટલા ઢોરો પકડી ડુંગળી વાત્‍સલ્‍ય ગૌશાળા ખાતે લઈ જવાયા હતા. જેતે ઢોર માલિકો ડુંગરી વાત્‍સલ્‍ય ગૌ શાળા થી યોગ્‍ય દંડ ભરી પોતાના ઢોરો છોડાવી શકે છે.

Related posts

મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment