July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
આવતી કાલથી ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ થઈ રહી છે. કોરોના બાદ પહેલી વખત દમણના ધો.10 અને 1રના કુલ 3532 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
દમણ ખાતે ધો.10નું પરીક્ષા કેન્‍દ્ર સાર્વજનિક વિદ્યાલય-નાની દમણ, શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્‍યમ શાળા-નાની દમણ, ઈન્‍સ્‍ટિયુટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા-મોટી દમણ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા-મોટી દમણ ખાતે આવેલ છે. જ્‍યારે ધો.1ર સામાન્‍ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્‍યમ શાળા-નાની દમણ અને ધો.1રના વિજ્ઞાન પ્રવાહ માટે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા-ભીમપોર ખાતે નિયત કરાયેલછે.
કોરોનાકાળ બાદ પહેલી વખત ધો.10 અને 1રની યોજાઈ રહેલી પરીક્ષામાં પ્રશાસન દ્વારા પણ અગમચેતીના અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહી પડે અને શાંતિથી પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્‍યવસ્‍થા શાળા સંચાલકો દ્વારા પણ કરવામાં આવી છે. સમગ્ર પરિસ્‍થિતિ ઉપર સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી મણિલાલ પટેલ અને તેમની ટીમ ખડે પગે તૈયાર છે.

Related posts

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

પારડીના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

તાલુકા હેલ્‍થ કચેરી પારડી દ્વારા પારડી નગરપાલિકાના તમામ સ્‍ટાફની પ્રેસર અને સુગર ની તપાસ કરાઈ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

Leave a Comment