Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃ તI.28

નાણાંકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય તે ખૂબ જ જરૂરી છે અને તે માટે સરકારી કામ કરતી બેંકો/તિજોરી કચેરીઓના તમામ બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી ખુલ્લી રાખવી જરૂરી છે. જે અન્વયે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમિત પ્રકાશ યાદવે મળેલી સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ નવસારી જિલ્લાની જિલ્લા/પેટા તિજારી કચેરીઓ તેમજ નવસારી જિલ્લામાં આવેલી ભારતીય સ્ટેટ બેંકની તમામ શાખાઓ ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની કામગીરી સમયસર પૂર્ણ થાય અને સરકારી નાણાંકીય લેવડ-દેવડના કામકાજ અર્થે સરકારી બીલો તથા ચેકોનું સંપૂર્ણ પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી એટલે કે રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી ખુલ્લી રાખવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

Leave a Comment