Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: વલસાડ જિલ્લાના જી.આઈ.ડી.સી. કેન્‍દ્ર શાળા, વાપીના શિક્ષિકા કલાવતીબેન આર.ચાવડા 38 વર્ષની લાંબી સેવા બાદ વયનિવૃત્ત થતાં તેમનો વિદાય અને સન્‍માન સમારંભ વાપી તાલુકા નિવૃતકર્મચારી સેવા મંડળના પ્રમુખ હેમંતભાઇ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. સ્‍મૃતિભેટ આપી અને શાલ ઓઢાડી તેમનું સન્‍માન કરાયું હતું.
સમારંભના પ્રમુખ હેમંતભાઇ દેસાઈએ કલાવતીબેનના શિક્ષણકાર્યને બિરદાવી તેમનું નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
શાળાના આચાર્યા મીનાબેન અહિરેએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ શાળામાં 17 વર્ષની સેવા દરમિયાન કલાવતીબેનનો શાળાના બાળકો પ્રત્‍યે લગાવ અને કર્તવ્‍યનિષ્ઠાની તેમણે સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં શાળા પરિવાર, નિવૃત્ત શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્‍યો શાળાના બાળકો વગેરેએ ઉપસ્‍થિત રહી કલાકવતીબેનને નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

કપરાડા-નાસિક રોડ ઉપરથી મૃત પશુઓ ભરેલ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

Leave a Comment