January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

  • મુખ્‍ય મહેમાન દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી કરેલું સન્‍માન
  • કિરીટ દમણિયા, રિતેશ કોન્‍ટેક્‍ટર, અનિલ દમણિયા, જીતુ માહ્યાવંશી, રાજેશ પરમાર, સંતોષ કાર્લેકર, વિજય દમણિયા, જતીન દમણિયા, પ્રિયંક દમણિયા સહિતના સમાજના આગેવાનોની જોવા મળેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
દમણમાં આયોજીત માહ્યાવંશી પ્રિમીયર લીગ સીઝન-1નું આજે ફાઈનલ મેચ સાથે સમાપન થવા પામ્‍યું હતું. ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ફાઈનલ મેચ એન્‍જલ ઈલેવન અને સનાયા ઈલેવન વચ્‍ચે રમાઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા સનાયા ઇલેવને 8 ઓવરમાં 76 રન બનાવ્‍યા હતા. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી એન્‍જલ ઈલેવનની ટીમે 6.3 ઓવરમાં 77 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરીને અંતિમ મેચ જીતી લીધી હતી.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી ગૌરાંગ પટેલે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી. આ દરમિયાન કિરીટ દમણિયા, રીતેશ કોન્‍ટેક્‍ટર, અનિલદમણિયા, જીતુ મહાયવંશી, રાજેશ પરમાર, સંતોષ કાર્લેકર, વિજય દમણિયા, જતીન દમણિયા, પ્રિયંક દમણિયા સહિતના સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
એન્‍જલ-11ના ઓનર્સ સંતોષ કાર્લેકર અને એડવોકેટ પ્રકાશ પટેલ હતા અને સનાયા ઈલેવનનાના ઓનર્સ લાલુ મહાયવંશી હતા.

Related posts

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 12માં ફાઉન્‍ડેશન ડે ની કરાયેલી ઊજવણી

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

વલસાડ જિલ્લા સંચારી રોગચાળા નિયંત્રણની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્‍ય પદેથી રાજીનામું

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

Leave a Comment