December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: નવી દિલ્લી સ્‍થિત ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીતથા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની ગરિમામય ઉપસ્‍થિતિમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રીય પદાધિકારી પાર્ટીનું રાષ્‍ટ્રીય અધિવેશનનો શુભારંભ કર્યો હતો.
આ પ્રસંગે કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી, કેન્‍દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી સહિત વલસાડ જીલ્લામાંથી ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પ્રભારી શ્રી મહેન્‍દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, લોકસભા બેઠકના શ્રી કરશનભાઈ ટીલવા, જિલ્લા સંયોજક શ્રી ગણેશભાઈ બીરારી, કપરાડાના ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, સાંસદશ્રી ડો. કે.સી. પટેલ સાહેબ, જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ બ્રીજનાબેન પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્‍મીરા શાહ, ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ, એડવોકેટશ્રી પ્રવિણભાઈ ડી પટેલ, વિસ્‍તારક શ્રી અજયભાઈ ચૌધરી ઉપસ્‍થિત રહ્યાં હતા. તેમજ રાષ્‍ટ્રીય પદાધિકારીઓ અને કેન્‍દ્ર સરકારના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

Related posts

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના ખડોલી ગામના રહીશોએ ગામમાંથી પસાર થનાર સૂચિત હાઈવે કરેલો વિરોધ : હાઈવેમાં જનાર જમીનના બદલામાં જમીન જ આપવા માંગ

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment