October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
ચૈત્ર મહિનાની નવરાત્રિના પ્રારંભ સાથે સેલવાસના આમલી સ્‍થિત ગાયત્રી માતા મંદિરમાં ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. અહીં સવારથી જ શ્રધ્‍ધાળુઓ માતાજીની પૂજા-આરતી કરવા જોવા મળી રહ્યા છે. મંદિરના ટ્રસ્‍ટીઓ તરફથી ગઈકાલે શનિવારે પૂજા તથા હવનવિધિ કરવામાં આવી હતી. મંદિરના પુજારી શ્રી દીપક મહારાજે જણાવ્‍યુ હતુંકે આજે અહીં હવન કરવામાં આવ્‍યો જેમાં હરિદ્વારથી મંગાવેલ ખાસ ધૂપોથી હવન કરવામાં આવ્‍યો હતો. કોરોનાના નાશ થયા પછી અહીં ખાસ આહૂતિઓ આપવામાં આવી. શ્રદ્ધાળુઓ પણ અહીં આહૂતિઓ આપી લોકમંગળની કામના સાથે યજ્ઞ, હવન કરી રહ્યા છે.

Related posts

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

વાપી બલીઠાના લીલા નાળિયેરની લારી ચલાવતા શ્રમિકે ઈમાનદારી દાખવી : મળેલી બેગ માલિકને પરત કરી

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

Leave a Comment