January 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

અકસ્‍માતમાં બંને વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍તઃ ટેમ્‍પો ચાલક ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલીના દાદરા ગામે મેઈન રોડ ઉપર એક રાહદારીને આઈશર ટેમ્‍પોએ ટક્કર મારતા અને એક બીજો મોપેડ સવાર ટેમ્‍પોમાં અથડાતા અકસ્‍માતમા બે વ્‍યક્‍તિઓ ઈજાગ્રસ્‍ત થયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા વાપી મેઈન રોડ પર બપોરે એક રાહદારી પસાર થઇ રહ્યો હતો. જેને આઇસર ટેમ્‍પોના ચાલકે ટક્કર મારતા નીચે પટકાયો હતો. આ અકસ્‍માત દરમ્‍યાન ટેમ્‍પો ચાલકે બ્રેક મારતા પાછળ મોપેડ સવાર પણ ટેમ્‍પો સાથે ટકરાયો હતો. જેને કારણે એ પણ મોપેડ પરથી નીચે પટકાતા ઈજાગ્રસ્‍ત થયો હતો.
આ ઘટના જોતા ગ્રામજનો દોડી આવ્‍યા હતા અને પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી.
ઘટના સ્‍થળે પોલીસ પહોંચે તે પહેલા આઈશર ટેમ્‍પોચાલક ટેમ્‍પો લઈને ભાગી ગયો હતો. ઈજા પામેલ બન્ને વ્‍યક્‍તિઓને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

Related posts

હાર્દિક જોશી કરાટે એકેડમીએ વિશેષ યોગ સત્ર સાથે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

Leave a Comment