September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચેસના કોચ નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં ત્રણ ખેલાડીઓને હરાવી ગોલ્‍ડમેડલ પ્રાપ્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર દાનહ અને દમણ-દીવના શતરંજ ખેલના કોચ તરીકે ફરજ બજાવતા શ્રી વિક્રમ મિશ્રા ઓક્‍ટોબરમાં રાષ્‍ટ્રીય સ્‍તરની ચેસ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. ત્‍યારબાદ શ્રી વિક્રમ મિશ્રાનું સંયુક્‍ત ભારતીય ખેલ ફાઉન્‍ડેશન દ્વારા આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટ જે 21થી 25નવેમ્‍બર પોખરા, નેપાળ ખાતે આયોજીત થઈ હતી જેમાં ભાગ લેવાની ઓફર આપી હતી.
આ ચેસ ટૂર્નામેન્‍ટમાં ત્રણે મેચ જીતી નેપાળને હરાવી ત્રણ મેચમાં ઓન રેટેડ ખેલાડી બીજો ખેલાડી 1847 ફીડ રેટિંગ અને ત્રીજો ખેલાડીના 1555 ફીડ રેટિંગ હતો છતાં પણ તેઓને હરાવી શ્રી વિક્રમ મિશ્રાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્‍ડમેડલ પ્રાપ્ત કર્યો હતો.
નેપાળ બાદ બીજી શ્રીલંકાખાતે ડિસેમ્‍બર મહિનામાં આયોજીત થનાર આંતરરાષ્‍ટ્રીય ટૂર્નામેન્‍ટમાં પણ ભાગ લેશે. વિજેતા બનેલ શ્રી વિક્રમ મિશ્રાનું પરત ઘરે આવ્‍યા બાદ એમના કોચિંગ ક્‍લાસના ખેલાડીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ અને કેવાયસી માટે લાગતી મોટી કતારો

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

vartmanpravah

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ગણેશ પર્વની ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

vartmanpravah

Leave a Comment