Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

પારડી ખાતે ‘પુસ્‍તક પરબ-કિલ્લા પારડી’નો શુભારંભઃ 750થી વધુ પુસ્‍તકોની સાહિત્‍ય પ્રેમીઓ દ્વારા ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
તા.3.4.2022ના રોજ પારડી ખાતે એક નવીન શરૂઆત પારડી સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, લક્ષ્મી ઉદ્યાન ખાતે કરવામાં આવી છે જેમાં સાહિત્‍ય પ્રેમીઓ માટે વિના મૂલ્‍યે દર મહિનાનાં પહેલા રવિવારે જુદા જુદા પુસ્‍તકોની ખૂબ જ સરસ તથા લાંબી શ્રેણી, મોટા લેખકોના અદ્વિતીય પુસ્‍તકો, મહાનુભાવોની આત્‍મકથા, ધાર્મિક પુસ્‍તકો, જનરલ નોલેજ, કવિતાઓ, વગેરે જેવાં લગભગ 750થી પણ વધુ પુસ્‍તકોની વિશાળ શ્રેણી છે.
નગરની સાહિત્‍ય પ્રેમી જનતા આનો લાભ લઈ શકે છે. આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા કિંજલબેન પંડયા, ભાવેશ રાઈચા, પદમાક્ષીબેન, ઘર્મેશ મોદી, મનીષ દેસાઈ, અશોક ક્રિશનાની, નિલેશભાઈ સાટિયા, મિલન લાડ, યક્ષિતા પટેલ તથા વિદ્યાર્થીઓ સ્‍વયં સેવકોની ભૂમિકામાં રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ શ્રી હસમુખભાઈ રાઠોડ, ભાજપ શહેર પ્રમુખ શ્રી રાજેશ ભાઈ પટેલ, રાકેશ રાઠોડ ‘મિત્ર રાઠોડ’ પુસ્‍તક પરબ સુરત ફાલ્‍ગુનીબેન ભટ્ટ, દેવેન શાહ, ડો. મુસ્‍તાક કુરેશી, ડો.કાર્તિકભદ્રા, ડો.રાશ્વરી ઠોસર, વિનોદનાયક, પ્રોફેસર આશા ગોહિલ, શ્રી રમેશભાઈ ચાંપાનેરી, શ્રી બાબુભાઈ ચૌધરી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

Related posts

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

Leave a Comment