Vartman Pravah
Breaking Newsદમણ

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

મોટી દમણ નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના સ્‍થાનકનો વિસ્‍તાર નૈસર્ગિક સૌંદર્યથી રમણિય અને ફરતે ઐતિહાસિક કિલ્લાથી ભવ્‍ય ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા કિલ્લાના હોજમાં ભર ઉનાળે પણ રહેતું પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોટી દમણની નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ધામ ખાતે અગામી તા.10મી એપ્રિલના રોજ રામનવમીના પર્વ નિમિત્તે હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
મોટી દમણ નજીક પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીનું ઐતિહાસિક મહત્‍વ છે. આ ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા પાણીના હોજમાં ભરઉનાળે પણ પાણી રહે છે. આજુબાજુ આવેલા કિલ્લાના કારણે આ વિસ્‍તારના સૌંદર્યને પણ ચાર ચાંદ લાગેલા છે. ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ચમત્‍કારથી અનેક ભક્‍તજનો પ્રભાવિત થયા હોવાથી દરવર્ષે સેંકડો ભક્‍તો આ સ્‍થળની મુલાકાતે આવે છે.

Related posts

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

vartmanpravah

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોîધાતા રાહતનો અહેસાસ

vartmanpravah

Leave a Comment