April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ ગોઈમાં ગ્રામ પંચાયત ખાતે વિશેષ ગ્રામ સભા સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત યોજવામાં આવી હતી. આ ગ્રામસભામાં સરપંચશ્રી, સભ્‍યશ્રીઓ અને આરોગ્‍ય કર્મચારી, જિલ્લા પંચાયતના સભ્‍યની હાજરીમાં રોડ, રસ્‍તા સહિતના કામો અંગે ચર્ચા કરવામાં આવી તેમજ ગ્રામ પંચાયતને વધુ 40 લાખની ગ્રાન્‍ટ મળી હોવાનું જણાવ્‍યું હતું. જે ગ્રાન્‍ટમાંથી આંગણવાડીના કામોમાં પીવાના પાણી અને કમ્‍પાઉન્‍ડ વોલ કરવાનું નક્કી કર્યું હોય જિલ્લા પંચાયત સભ્‍ય દ્વારા ભૌગોલિક સ્‍થિતિ જોયા બાદ જ કામ મંજુર કરવામાં આવે એવું જણાવાયું હતું જેથી જરૂર હોય ત્‍યાં ગ્રાન્‍ટનો ઉપયોગ કરી શકાય. આ સાથે નાગધી ફળિયામાં બની રહેલ પાવર ગ્રીડ મુદ્દે ગ્રામ પંચાયતે શું કામગીરી કરી એમ સ્‍થાનિકોએ પૂછતાં મામલો ગરમાયો હતો અને ગ્રામસભામાં હોબાળો થયો હતો. જોકે સરપંચ તરફે ઠરાવો કરી કલેકટર દ્વારા પાવરગ્રીડ જ્‍યાં બનીરહી છે એ જમીનને ખરીદી કર્યા બાદ 63 ડબલએ ની કલેક્‍ટર પાસે જે મંજૂરી લેવાની આવે એ જમીન ખરીદી કરનારે લીધી નહીં અને બિન ખેડૂત ખાતેદારે આ જમીન લીધી હોય તે ખરીદી કેવી રીતે કરી શકે એ પણ પ્રશ્ન ઉઠયા હતા. જોકે જમીન ખરીદી કરનાર 11 માસ બાસ 63 ડબલએ ની મંજૂરી માટે કલેકટરમાં ગયા હતા. જેથી કલેકટરે અરજી ના મંજૂર કરી હતી. જે બાદ તેઓ એસ.એસ.આર.ડી.માં ગયા ત્‍યાંથી એકજ દિવસમાં મંજૂરી માટે જજમેન્‍ટ આવ્‍યું હોય, આજે યોજાયેલી ગ્રામસભામાં સ્‍થાનિક લોકો પાવર ગ્રીડનો ભારે વિરોધ નોંધાવ્‍યો છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડત આપવી પડે તો તે આપવા માટે તેઓ તૈયાર છે નું તમામ લોકોએ સામૂહિક રીતે નક્કી કરવામાં આવ્‍યું હતું. જોકે સમગ્ર ગ્રામ સભામાં દરમ્‍યાન કેટલાક તત્‍વો લોકોને ગેરમાર્ગે દોરતા હોવાની પણ ચર્ચા થતા થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું તેમ છતાં ગ્રામસભામાં સર્વાનુમતે પાવર ગ્રીડ કોર્પોરેશનનો સ્‍થાનિકોએ હાથ ઊંચા કરીને વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

વાપીમાં સી.એમ. કોન્‍વે દરમિયાન પોલીસે ટ્રાફિક માટે બળ પ્રયોગ કરતા વાહન ચાલકોએ હંગામો મચાવ્‍યો

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

વલસાડમાં વેપારી પરિવાર રાજસ્‍થાન લગ્નમાં ગયો ને બંધ ઘરમાં ચોરી : તસ્‍કરો સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment