September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

  • લોકસભાના સ્‍પિકર ઓમ બિરલાના ધર્મપત્‍ની ડો. અમિતા બિરલાની પણ રહેલી ઉપસ્‍થિતિ

  • દાદરા નગર હવેલીની સમસ્‍યાને સરકાર સુધી પહોંચાડવા માધ્‍યમ બનવા સ્‍પિકર ઓમ બિરલાના ધર્મપત્‍ની ડો.અમિતા બિરલાએ બતાવેલી તત્‍પરતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12
સેલવાસના શિવપ્રકાશ મેમોરિયલ શાળામાં નારી શક્‍તિઓનું સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યુંહતું. જેમા શાળાના સંચાલિકા દ્વારા લોકસભા સ્‍પીકર ઓમ બિરલાની ધર્મપત્‍ની ડો.અમિતા જેઓ કોટા રાજસ્‍થાનના સમાજસેવી હોવાને કારણે અને હાલમાં પાંચ દિવસથી સેલવાસમા ચાલી રહેલ ભાગવત કથાના મેહમાન બનેલ એવા તેઓનું નારી શક્‍તિના પ્રતીક સ્‍વરૂપે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના હસ્‍તે સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે ડો.અમિતાએ જણાવ્‍યું હતું કે, આ ફક્‍ત મારુ જ નહિ સમસ્‍ત નારીઓનું સન્‍માન છે અને દાનહમાં જે કોઈપણ સમસ્‍યા હોય તે અમને જણાવો અમે તમારી વાત લોકસભા સુધી પહોંચાડીશું. આ અવસરે શાળાના સંચાલિકા ડો.પ્રેમીલા ઉપાધ્‍યાય, ચેરમેન શ્રી સુશીલ ઉપાધ્‍યાય, ડો.અમિતા બિરલા, સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, જિગીષા પટેલ, સિમ્‍પલ કાટેલા સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

કપરાડા અંભેટી ગામે પોલીસ સ્‍વાંગમાં આવેલ 5 ઈસમો ઘરમાં ઘૂસી રૂા.2.20 લાખ લૂંટ કરનારા ગેંગના બે આરોપી ઝડપાયા

vartmanpravah

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

Leave a Comment