Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
ભારતરત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની આજે ભારતીય જનતા પાર્ટી, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા પ્રદેશના તમામ મંડળોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સેવા સપ્તાહ યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત પાર્ટીના કાર્યકરો વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય નાની દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલની વિશેષ હાજરી હતી.
પુષ્‍પાંજલી આપ્‍યા બાદ દમણના અનુસૂચિત જાતિ સમાજના વરિષ્ઠ નાગરિકો શ્રી મણીલાલ કોન્‍ટ્રાક્‍ટર, શ્રી નગીનભાઈ કબિરીયા, શ્રી પરેશભાઈદમણીયાનું પુષ્‍પ આપી અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અંતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે તેમના સંદેશમાં જણાવ્‍યું હતું કે, ડો. ભીમરાવ આંબેડકરે એવા ભારતની કલ્‍પના કરી હતી જ્‍યાં તમામ નાગરિકો કાયદા હેઠળ સમાન ગણાય.
ડો. ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાયા અને વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ પણ બંધારણ સભા દ્વારા તેમની અધ્‍યક્ષતામાં તૈયાર કરવામાં આવ્‍યું હતું. આંબેડકર જયંતિ ઉજવવા પાછળનું કારણ જાતિગત ભેદભાવ અને જાતિગત અત્‍યાચાર જેવા સામાજિક દુષણો સામે લડવામાં ભારતના એક ન્‍યાયશાષાીના સમર્પણને યાદ કરવાનો છે. અહીં હું બાબા સાહેબે કહેલી કેટલીક બાબતો કહું છું, જેનો દરેક ભાજપના કાર્યકર્તાએ તેમના જીવનમાં અમલ કરવો જોઈએ. બાબા સાહેબ સામાજિક સમરસતાના પ્રખર હિમાયતી હતા. તેમણે કહ્યું હતું કે, સમાનતાએ કાલ્‍પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને શાસન સિદ્ધાંત તરીકે ગણવામાં આવે છે. શિક્ષિત બનવું પડશે, સંગઠિત રહેવું પડશે, જે લોકો ઈતિહાસ ભૂલી જાય છે તે ઈતિહાસ રચી શકતા નથી. કેન્‍દ્રની મોદી સરકાર અંત્‍યોદયના સિદ્ધાંતો પર કામ કરી રહી છે અને સરકારની દરેક યોજનાઓનો લાભ સમાજના છેલ્લા સ્‍થાને ઉભેલાવ્‍યક્‍તિ સુધી પહોંચવો જોઈએ અને તમે જોઈ રહ્યા છો કે સરકારની ઘણી યોજનાઓ સફળ થઈ છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આંબેડકર જયંતિ નિમિત્તે પ્રદેશના તમામ લોકોને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી છે. આજે પ્રદેશના ચારેય જિલ્લાના 40થી વધુ મંડળોમાં ભાજપના કાર્યકરો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અનેક જગ્‍યાએ નોટબુક વિતરણ, માટીના ઘડા અને કેલેન્‍ડરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં અન્‍ય ઉપસ્‍થિત શ્રી બકુલ દેસાઈ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા, શ્રી રમેશભાઈ પામસી, શ્રી આશિષભાઈ પટેલ, શ્રી બાલુભાઈ પટેલ, શ્રી પ્રકાશ ટંડેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

ડુંગરા આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરમાં પડેલ ગાય માતાનું રેસ્‍કયુ કરાયું

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

Leave a Comment