Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભારત સરકારના સંસ્‍કૃતિ મંત્રાલયના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ તથા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્‍ત ઉપક્રમે દેશભરમાં ખેડૂતોને આત્‍મનિર્ભર તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્‍સાહન સહિતના વિવિધ ઉદ્દેશો સાથે શરૂ કરાયેલું આત્‍મનિર્ભર કિસાન અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
આઝાદીના અમૃત મહોત્‍સવના ભાગરૂપે આજે ભારત સરકારના ‘કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ’ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંયુક્‍ત ઉપક્રમે દમણમાં ‘આત્‍મનિર્ભર કિસાન અભિયાન’નો પ્રારંભ નાની દમણના એરપોર્ટ રોડ ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ ડિવાઈન લાઈટ ખાતેથી દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નવિનભાઈ પટેલ દ્વારા બ્રહ્મકુમારી કાંતાબેન અને વિવિધ પંચાયતોના સરપંચોની ઉપસ્‍થિતિમાં કરાવાયું હતું.
‘આત્‍મનિર્ભર કિસાન અભિયાન’નો ઉદ્દેશ ખેડૂતોને આત્‍મનિર્ભરતા અંગે જાગૃત કરવા, રાસાયણિક ખેતીના દુષ્‍પ્રભાવોથી આઝાદી અપાવવી, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોનેપ્રોત્‍સાહિત કરવા,ગ્રામિણ જીવનમાં નૈતિક મુલ્‍યોને જાગૃત કરી સંસ્‍કાર શુદ્ધિકરણ દ્વારા સશક્‍ત તથા સમૃદ્ધ બનાવવા, રાજયોગના અભ્‍યાસથી સ્‍વસ્‍થ મન તથા વ્‍યસનમુક્‍ત જીવન બનાવવા, અંધશ્રદ્ધા, કુરિતી, કુરિવાજ, કુપ્રથા, વગેરેને દુર કરવા તથા આધ્‍યાત્‍મિક સંદેશ આપીને ખેડૂતોને કર્તવ્‍યનિષ્‍ઠ બનાવવાનું અભિયાન હોવાની પણ જાણકારી આપવામાં આવી હતી.

Related posts

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah

આઝાદીના અવસર ઉપર વાપીમાં હિન્દી હાસ્ય કવિ ગોષ્ઠી મંચનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment