October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

મોદીસન કંપનીમાં કામ કરતા મુનસી વેલજી ભુરીયા, કાલુ દિવાન ડામોર અને સગીરે 10.500 કિ.ગ્રા. ચાંદી વાયરનું બંડલ ચોરેલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં સિવિલ કન્‍ટ્રકશન સાઈટ ઉપર કામ કરતા અને કંપનીમાં રહેતા બે મજુર અને એક સગીરે કંપનીના સ્‍ટોરમાં રાખેલ 10.500 કિ.ગ્રા. ચાંદી વાયરનું બંડલ કિંમત રૂા.7.77 લાખની ચોરી કરતા ઝડપાઈ ગયા હતા.
વાપી જીઆઈડીસીમાં આવેલ મોદીસન નામની કંપનીના મેનેજર યોગેશ વાઘેલાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર કંપનીમાં કન્‍ટ્રકશનનો કોન્‍ટ્રાક્‍ટ શશીજીત ઈન્‍ફ્રા. પ્રોજેક્‍ટને સોંપાયેલ છે. કન્‍ટ્રકશન સાઈટ પર કામ કરતા મજુરો માટે કોન્‍ટ્રાક્‍ટર રાજેશ બુરસીંગએ સબ કોન્‍ટ્રાક્‍ટ રાખેલ. જેમાં કામ કરતા મજુરો માટે કંપનીમાં રહેવાની વ્‍યવસ્‍થા કરી હતી. 26મી સવારે સુપરવાઈઝરે સ્‍ટોરમાં ચેક કરતા વ્‍યવસ્‍થા કરી હતી. 26મી સવારે સુપરવાઈઝરે સ્‍ટોરમાં ચેક કરતા રૂા.7.77 લાખનું ચાંદીના વાયરનું બંડલ જોવા મળેલ નહીં. તેથી સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવતા એક સગીર અને કાલુ દિવાન ડામોર અને મુનસી વેલજી ભુરીયા ટ્રોલીમાં બંડલ લઈ જતા જોવા મળ્‍યા હતા. પૂછપરછ કરતા બન્ને ચોરોએ ગુનો કબુલી લીધોહતો. ત્‍યારબાદ નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસે બંડલ રિકવર કરીને બન્ને મજુરોની ધરપકડ કરી હતી.

Related posts

પારડીમાં એક સાથે ચાર જેટલા બંધ ઘરોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્‍કરો

vartmanpravah

વાપી ખાતે શિક્ષક દિન નિમિત્તે મેરીલ એકેડમીના તક્ષશીલા ઓડિટોરીયમમાં આલકેમી ટ્‍વીન સીટી ડો.ચિંતન પટેલ મનોવિકાસ બાલભવન સવિશાંક ફાઉન્‍ડેશન દ્વારા મેગા સ્‍ટુડન્‍ટ ટીચર એવોર્ડ 2.0 યોજાયો

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

Leave a Comment