July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
વાપી નૂતનનગર વિસ્‍તારમાં વિજ કંપની દ્વારા બે દિવસ પહેલા નડતરરૂપ ઝાડ કાપવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ કાપેલા ઝડા એમના એમ જે તે જગ્‍યાએ છોડી દેવામાં આવતા સ્‍થાનિક રહિશો માટે નડતરરૂપ બની રહ્યા હાોવથી વિજ કંપની કાપેલા વૃક્ષોને ત્‍વરીત નિકાલ કરે તેવી સ્‍થાનિકએપાર્ટમેન્‍ટના રહિશોની માંગણી સાથે રોષ ફેલાતો જોવા મળી રહ્યો છે.
વાપી નૂતનનગર વિસ્‍તારમાં આવેલા વ્રજરત્‍ન એપાર્ટમેન્‍ટ સહિત આ વિસ્‍તારમાં આવેલ અન્‍ય સ્‍થળોએ વિજ કંપની દ્વારા ઝાડના ડાળ કાપવામાં આવ્‍યા હતા અને કાપ્‍યાબાદ તેમના તેમ જે તે સ્‍થળોમાં છોડી રાખ્‍યા છે. પરિણામે સ્‍થાનિક રહિશો માટે આ ઝાડોનો કચરો ભારે નડતરરૂપ બની રહ્યો છે. બીજુ જીઈબી દ્વારા કાપવામાં આવેલા હોવાથી અન્‍ય ગરીબ વર્ગ બળતણમાં પણ લઈ જઈ શકે એમ નથી. તેથી આ બાબત વિજ કંપનીએ ગંભીરતારૂપે જોઈને કાપેલા વૃક્ષોનો યોગ્‍ય નિકાલ કરવો તેવી સ્‍થાનિક રહિશોની રોષ સાથે માંગણી ઉઠવા પામી છે.

Related posts

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

Leave a Comment