Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદેશ

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.18
દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંદુ સમાજના રાણા જ્ઞાતિના વડીલનું અસામાજિક તત્‍વો દ્વારા કરવામાં આવેલ હુમલા દરમિયાન અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.10 એપ્રિલ 2022, રામનવમીના રોજ સમગ્ર ભારતમાં પ્રભુશ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગુજરાતના ખંભાત ખાતે પણ રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ એ યાત્રા દરમિયાન અસામાજિક તત્‍વો દ્વારા હુમલો કરવામાં આવતા હિન્‍દૂ સમાજના રાણા જ્ઞાતિના વડીલ બંધુ સ્‍વ. કનૈયાલાલ રતિલાલ રાણા (57 વર્ષ) નું અકાળે અવસાન થયું હતું.
આ અંગે સમગ્ર હિન્‍દૂ સમાજમાં રોષનું વાતાવરણ વ્‍યાપી ગયું હતું, જે હેતુ શ્રી દમણ રાણા સમાજ દ્વારા આજરોજ દમણના પ્રશાસકશ્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. આ સાથે શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજ પણ જોડાયું હતું અમે એમના દ્વારા પણ પ્રશાસક શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. સાથે સાથે સરકારશ્રીને આવેદન પત્ર મારફત આવા તત્‍વો વિરુદ્ધ દંડાત્‍મક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ રાણાતેમજ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. દમણ રાણા સમાજ તરફથી પ્રમુખશ્રી શ્રી હર્ષદભાઈ રાણાની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં યુવામિત્રો, પદાધિકારીઓ તેમજ સમાજના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

વલસાડ કાંપરી ઓવરબ્રિજ પર એસ.ટી. બસને નડયો અકસ્‍માત : ઝાડીમાંથી આવેલ ત્રણ પશુ અથડાયા

vartmanpravah

વાપી અને ગુજરાતના ઉદ્યોગકારોના હિતમાં જીઆઈડીસી દ્વારા લેવાયેલા નવા નિર્ણયોનો ઉદ્યોગકારો દ્વારા આવકાર

vartmanpravah

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

Leave a Comment