October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

ગુજરાત સરકાર ‘સર્વ શિક્ષા અભિયાન’ ચલાવી રહી છે પરંતુ વિકાસના પંથે આગળ વધીરહેલા નાનાપોંઢામાં આવેલ પ્રાથમિક શિક્ષણનું માધ્‍યમ જ ખંડેર હાલતમાં: પ્રાથમિક શાળાના થોડા જ અંતરે કપરાડાના ધારાસભ્‍ય અને સરકારના પાણી પુરવઠા મંત્રીશ્રીની ઓફિસ પણ આવેલી છે ત્‍યારે શું તેઓ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ખંડેર હાલતમાં રહેલી શાળાની સ્‍થિતિથી વાકેફ નહીં થયા હોય?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ નાનાપોઢા ગામ એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ છે. ત્‍યારે અહીં શિક્ષણ ક્ષેત્રને લઈને વાત કરીએ તો શિક્ષણનો પાયો ગણાતી પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં જોવા મળે છે અને ગામના બાળકો આ શાળામાં બેસીને અભ્‍યાસ કરી શકે એવી હાલત જ નથી.
આ શાળા સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં જોવા મળે છે. આ શાળા ગામમાં તા.1-4-1942 વર્ષથી કાર્યરત છે. તેમ છતાં આ શાળા હાલ જર્જરિત હાલતમાં પડેલી છે. નાના-નાના ભૂલકાંઓ પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણવા જવા માટે ડરી રહ્યા હતા અને હાલ બાળકો ઓટલા અને ગેલેરીમાં અભ્‍યાસ કરી રહ્યા છે. વાલીઓ અને બાળકો પણ પ્રાથમિક શાળાના નવા મકાનની આશા વ્‍યક્‍ત કરી રહ્યા છે.
વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના મુખ્‍ય સેન્‍ટર પર આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળાનું જર્જરીત મકાનમાં હાલત જર્જરીત મકાનમાં 502આદિવાસી ગરીબ વિદ્યાર્થીનીઓ ભયનાં ઓથાર હેઠળ અભ્‍યાસ કરવા માટે મજબૂર બન્‍યાં છે.
સંવેદનશીલ સરકાર અત્‍યારે સરકાર જ્‍યારે સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે જેવા અભિયાનો દ્વારા શિક્ષણનું મહત્‍વ સામાન્‍ય નાગરિકો સુધી પહોંચે તે હેતુથી અનેકવિધ અભિયાન ચલાવે છે ત્‍યારે વલસાડ જિલ્લામાં નાનાપોઢા ગામમાં અનેક રાષ્‍ટ્રીય રાજકીય નેતાઓ આવી ચુકયા છે. એજ ગામમાં ગાંધીનગર દિલ્‍હી સુધીનું રાજકારણ ચાલતું હોય ત્‍યારે એજ ગામમાં 502 વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરતા હતા. જ્‍યારે અત્‍યારે આ શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ શાળાનું બિલ્‍ડીંગ પણ વ્‍યવસ્‍થિત નથી અને અત્‍યંત જર્જરિત હાલતમાં જોવા મળે છે. આ પ્રકારની હાલતમાં વિદ્યાર્થીઓ ભણે તો પણ કયાં એવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં શિક્ષણ મંત્રીને પણ પત્ર લખવામાં આવેલ છે.નવું મકાન બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે.
બિલ્‍ડિંગ જર્જરિત હાલતમાં છે ત્‍યારે તેઓની સરકાર પાસે એક જ માંગ છે કે સરકાર તેઓને એક નવું સુવિધા વાળું એક બિલ્‍ડિંગ બનાવી આપે અને તેઓ જે સુવિધાઓથી વંચિત છે તે સુવિધાઓ તેમને મળે એવી વિનંતી કરી છે. વિદ્યાર્થીઓના વાલીઓની પણએક જ માંગણી છે. નાનાપોઢા ગામમાં નવું બિલ્‍ડિંગ મળે અને તેઓને ડર લાગી રહ્યો છે કે આ બિલ્‍ડિંગ અચાનક પડી નહી જાય અને ચોમાસામાં ઉપરથી પાણી ટપકી રહ્યા છે અને તેઓ સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે નવી બિલ્‍ડિંગ તેમને મળે.
આ શાળાના શિક્ષકો કોમ્‍યુટરોમાં લેબ વગર કામ કરી રહ્યા છે શાળાનું મકાન જર્જરીત હોવા છતાં ખુબ જ મહેનતથી કામ કરી રહ્યા છે. જેની ઉડીને આંખે વળગે એવી વાતો આજુબાજુથી સાત ગામના બાળકો અહીં અભ્‍યાસ કરવા માટે આવે છે. શૈક્ષણિક પ્રવળત્તિઓથી સજ્જ શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત રીતે ચાલે છે શિક્ષકો દિલ દઈને ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે અને પીવાના પાણી પણ ફિલ્‍ટર પ્‍લાન્‍ટનું પાણી પીવે છે અને બેન્‍ચ નહી હોય જેથી હાલમાં ઓટલા અને ગેલેરી હોલમાં નીચે જમીન પર બેસવું પડે છે અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી
આ શાળા ઘણાં વર્ષો પહેલાં બનેલા મકાન ત્‍યારથી અત્‍યાર સુધીમાં કોઈ પણ જાતનો ફેરફાર કે રીનોવેશન કામ કરવામાં આવેલ નથી આ શાળામાં આવેલ રૂમો અતિ જર્જરીત હાલતમાં હોવાથી શાળાની સંખ્‍યા દિવસેને દિવસે ઘટતી જાય છે અહીં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીનીઓ ખુબ જ ગરીબ પરીવારમાંથી આવેલ છે જેથી પ્રાથમિક શાળામાંઅભ્‍યાસ કરવો પડે છે. શાળામાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ શાળા તાત્‍કાલિક નવી બનાવવામાં આવે જેથી સારૂં શિક્ષણ મેળવી શકાય.
કપરાડા તાલુકાની અન્‍ય સારી સારી શાળાઓ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતે લઘુતાગ્રંથિ અનુભવી રહ્યા છે. શાળાના આચાર્યશ્રી શાળાનો સ્‍ટાફ શાળાની પ્રગતિ માટે અથાક પ્રયત્‍નો કરી રહ્યા છે જે એક પ્રશંસનીય બાબત છે

Related posts

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

દાદરા નગર હવેલીના સુરંગીમાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદમેળાનું આયોજન

vartmanpravah

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

Leave a Comment