April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ તા.પ મી મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

વલસાડઃતા.૨૨: રાજ્‍ય સરકારના પેન્‍શનરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ઝોન માટે ડિપાર્ટમેન્‍ટ ઓફ કોમ્‍પ્‍યુટર સાયન્‍સ, પહેલો માળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે તા.૦૪/૦૬/૨૦૨૨ ને શનિવારે બપોરના ૧૨-૦૦ કલાકથી સાંજના ૦૫-૦૦ વાગ્‍યા દરમિયાન પેન્‍શન અદાલતનું આયોજન કરાયું છે.

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ જિલ્લા તિજોરી કચેરી, સેવાસદન-૧-વલસાડ, પેન્‍શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ઉપરથી નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫/૦૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્‍લોક નં.૧૭ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. પેન્‍શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકશે, તેમ જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

Leave a Comment