April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાદરા નગર હવેલીના દાદરા ગામે નવનિર્મિત કંપનીનો ગેટ અચાનક તૂટી પડતા વોચમેનનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા ગામે ફેક્‍ટરી બિલ્‍ડીંગનું કામ પૂર્ણતાને આરે હતુ અને લોખંડનો ગેટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. જે ગેટને એક દોરી વડે જ બાંધવામા આવ્‍યો હતો. આ ગેટ અચાનક નીચે ઢળી પડયો હતો એ સીધો ફરજ પર ઉભેલ વોચમેન રામપ્રસાદ તિવારી (ઉ.વ.54) હાલ રહેવાસી દાદરા જેના પર પડયો હતો, જેના કારણે એને ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના જોતા કંપનીમા કામ કરતા કામદારો દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામા આવ્‍યો હતો. પરંતુ ફરજ પરના ડોકટરે એને મળત જાહેરકર્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉત્તર ભારતીય સમાજના અગ્રણી પી.સી.મિશ્રા હોસ્‍પિટલ પર પહોંચી ગયા હતા. જેઓએ જણાવ્‍યું હતું કે, મરનાર વોચમેન રામપ્રસાદ મુળ બિહારનો છે અને એમની બે દીકરી અને એક દીકરો છે. પીડીત પરિવારે પોતાનો કમાઉ સભ્‍ય ગુમાવ્‍યો છે જેથી એમના પરિવારને કંપની દ્વારા યોગ્‍ય વળતર મળવું જોઈએ.
રામપ્રસાદ મુંબઈની સિકયુરીટી એજન્‍સીમાં સિકયુરીટી ગાર્ડ હતો. જેની ડયુટી દાદરાની કંપનીમાં હતી. જ્‍યાં લોખંડનો ગેટ પડતા એનું કરુણ મોત નીપજ્‍યુ હતુ.

Related posts

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લો બન્‍યો યોગમયઃ તિથલ સ્‍વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

Leave a Comment