Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

કોઈપણ મોટામાં મોટો અધિકારી કે નાનામાં નાનો કર્મચારી અથવા ચૂંટાયેલા લોક પ્રતિનિધિ દ્વારા પણ લાંચ મંગાતી હોય તો જાણકારી આપવા સીબીઆઈના એસ.પી. રાજેશ કુમારે કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.26
આજથી દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈના બે દિવસના જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસ ખાતે દમણગંગા સરકિટ હાઉસ ખાતે થયો છે.
આજે દમણ ખાતે સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાના એસ.પી. રાજેશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરતાજણાવ્‍યું હતું કે, અહીંના લોકોને સીબીઆઈની ઓફિસ મુંબઈ ખાતે હોવાથી દૂર પડે છે અને ત્‍યાં સુધી જઈને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. તેથી સીબીઆઈએ લોકો પાસે પહોંચવાની પહેલ કરી છે. જેની કડીમાં આ બે દિવસના કેમ્‍પનું આયોજન કરાયું છે અને અગામી બે સપ્તાહ બાદ ફરીથી આ પ્રકારના કેમ્‍પનું આયોજન કરનારા હોવાની પણ માહિતી આપી હતી.
સીબીઆઈના એસ.પી. શ્રી રાજેશ કુમારે જણાવ્‍યું હતું કે, મોટામાં મોટો સિનિયર અધિકારી હોય કે જુનિયર અધિકારી હોય અને લાંચ માંગતો હોય તો તેની જાણકારી આપવા અપીલ કરી છે અને પોતાની જ્ઞાત આવકના સાધનો કરતા વધુ સંપત્તિ ભેગી કરી હોય એવા અધિકારીની અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની પણ જાણકારી આપવા જણાવાયું છે.

Related posts

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment