July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

મિત્ર ના લગ્નમાં જતો પલસાણાનો યુવાન હાઈવે પર કચડાયો: અજાણ્‍યા વાહને ટકકર મારતા ફંગોળાયેલા યુવક પર બીજા કેટલાય વાહનો ફરી વળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26
પારડી તાલુકાના નાના પલસાણા ખાતે રહેતો નિલેશ ધીરુભાઈ હળપતિ (ઉ.વ.28) ગત રાત્રીએ કલવાડા ખાતે રહેતા મિત્રના લગ્ન પ્રસંગે પલસર બાઈક નંબર જીજે-1પ-બીકે-4087 લઈ નીકળ્‍યો હતો. આ દરમ્‍યાન પારડી હાઇવે સ્‍થિત વલ્લભ આશ્રમ સામે નેશનલ હાઇવે નંબર 48 એક અજાણ્‍યા વાહને બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા યુવાન હાઇવે પર ફંગોળતા રાત્રીના સમયને લઈ બીજા અન્‍યો વાહનો ફળી વળતા કચડાઈ જતા ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
અકસ્‍માત સર્જી અજાણ્‍યો વાહન ચાલક ફરાર થઈ જતા પારડી પોલીસ મથકના પી.એસ.આઈ આર.જી મહેતાએ લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

Leave a Comment