October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્‍ડર ફક્‍ત સામાજિક-સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્‍થાનિક જનતાના સરકારની પહેલના સમર્થનનું પણ માધ્‍યમઃ સાંસદ લાલુભાઈ પટેલ

દમણ અને દીવના સાંસદ લાલુભાઈ પટેલે કડૈયા ગ્રામ પંચાયત ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘વિકસિત ભારત’ના સંકલ્‍પ અને મોદીજીની ગેરંટીની થીમ ઉપર સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્‍ડરોનું ગામના લોકોને કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓ, વિકાસના વિવિધ પ્રોજેક્‍ટો તથા રોજ-બરોજની ઉપયોગી માહિતી સાથેના આકર્ષક 2024ના કેલેન્‍ડરોનું વિતરણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક ઘરોમાં થઈ રહ્યું છે. જેમાં પ્રદેશના સાંસદ, જિલ્લા પંચાયતોના પ્રમુખો, સરપંચો, નગરપાલિકાના અધ્‍યક્ષો, કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયત સભ્‍યો સહિતના તમામ આગેવાનો દ્વારા કેલેન્‍ડર વિતરણનું કાર્ય સંભાળવામાં આવી રહ્યું છે. જેમાં આજે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે કડૈયા ગ્રામ પંચાયત ખાતે આયોજીત કેલેન્‍ડર વિતરણ સમારંભમાં ઉપસ્‍થિત રહી ગ્રામવાસીઓને કેલેન્‍ડરનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ કેલેન્‍ડર ‘વિકસિત ભારત’ના સંકલ્‍પ અને મોદીજીની ગેરંટીની થીમ ઉપર બનાવવામાં આવ્‍યા છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં પ્રદેશમાં થયેલા અનેક વિકાસના કામોની જાણકારી પણ આપવામાં આવી છે.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત આ કેલેન્‍ડર ફક્‍ત સામાજિક અને સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્‍થાનિક જનતાના સરકારની પહેલની દિશામાં સમર્થન આપવાનું એક માધ્‍યમ પણ છે.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રવાસન સચિવ શ્રી અસ્‍કર અલી, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયા ભાજપ મંડળના અધ્‍યક્ષ શ્રી જતિનભાઈ પટેલ સહિત સેંકડો ગ્રામવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

vartmanpravah

કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બિમાર કિશોરને એક્‍સપાયરી ડેટની દવા આપી

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

Leave a Comment