Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દર્દીઓને સારી ગુણવત્તાવાળી દવાઓ મળે એવા ઉમદા હેતુથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ સેલવાસની તર્જ પર દમણના તમામ ખાનગી દવા વિક્રેતાઓની એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકને આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે સંબોધિત કરી મુખ્‍ય ઉદ્દેશ સમજાવતા જણાવ્‍યું હતું કે, લોકો સુધી સારી ગુણવત્તાવાળી દવાઓ(જેનરિક)ને યોગ્‍ય અને સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ કરાવવાનો છે.
આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે તમામદવા વિક્રેતાઓને જેનરિક મેડિસિન અને તેના મહત્ત્વને સમજાવતા નિર્દેશ આપ્‍યો હતો કે, પોતાના દુકાનમાં જેનરિક મેડિસિનના વેચાણને પ્રોત્‍સાહન આપે અને તેમની દવાની દુકાનો આગળ ‘અહીં જેનરિક દવાઓ ઉપલબ્‍ધ છે’ના હોર્ડિંગ બેનર લગાવવામાં આવે જેથી લોકો જેનરિક દવાઓ ખરીદવા માટે જાગૃત થઈ શકે.
અંતમાં દરેક દવા વિક્રેતાઓને અનુરોધ કરવામાં આવ્‍યો હતો કે તેઓ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપે અને જરૂરિયાતમંદ લોકો સુધી સારી અને ઉત્તમ સુવિધા પહોંચાડવા માટે આરોગ્‍ય વિભાગને મદદરૂપ બને.

Related posts

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment