Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

આરોપી મુસ્‍તફીર ઉર્ફે સોનુ અને ઈરફાન ઉર્ફે છોટુ અલીખાન પાસેથી 2152 ગ્રામ ગાંજો એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી સહિત વલસાડ જિલ્લામાં માદક પદાર્થોનું ગેરકાયદે નેટવર્ક વધી રહેલું હોવાથી સ્‍પે.ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.) હાઈ એલર્ટ ઉપર છે. ગયા સપ્તાહમાં વાપી ટાંકી ફળીયામાંથી એક મહિલા પાસે 2 કિલો ઉપરાંત ગાંજો એસ.ઓ.જી.એ ઝડપ્‍યો હતો. ત્‍યારે આજે સોમવારે ભિલાડ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાંથી એસ.ઓ.જી.એ ગાંજા સાથે બે આરોપી યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ. રોઝને મળેલી બાતમી આધારે ભિલાડ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બે યુવકો પાસે શંકાસ્‍પદ બેગ પોલીસે જોઈ હતી. તેથી તપાસ કરી તો બેગમાંથી 2152 કિલોગ્રામ ગાંજાનો જથ્‍થો મળી આવ્‍યો હતો તેથી પોલીસે ારોપી મુસ્‍તફીર ઉર્ફે સોનુ અને ઈરફાન ઉર્ફે છોટુ અલીખાન નામના બે યુવાનોની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ ભિલાડ પો.સ્‍ટે.માં પી.આઈ. આર.પી. ધોડીયાચલાવી રહ્યા છે.

Related posts

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

Leave a Comment