Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણઃ કચીગામ ગ્રા.પં. દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માંગેલવાડની ટીમ ચેમ્‍પિયન

  • કચીગામ ગ્રામ પંચાયતના વિવિધ વોર્ડ અને ફળિયાની કુલ રપ ટીમોએ લીધેલો ભાગ : રનર્સ અપ બનેલી ડુંગરી ફળિયાની ટીમ

  • સરપંચ ભરતભાઈ પટેલે પોતાની પંચાયતમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના વિક્‍સિત કરવા માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
દમણની કચીગામ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં માંગેલવાડની ટીમ વિજેતા બની હતી. જ્‍યારે રનર્સ અપ તરીકે ડુંગરી ફળિયાની ટીમ રહી હતી. આ ટૂર્નામેન્‍ટમાં કચીગામની જુદી જુદીરપ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો.
કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પોતાની પંચાયતમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના વિક્‍સિત કરવા માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં કચીગામ વિસ્‍તારના દરેક વોર્ડ અને ફળિયા મળી કુલ 25 ટીમોએ ભાગ લઈ પોતાની રમતનું પ્રદર્શન કર્યુ હતું.
આજે રમાયેલી ફાઈનલ મેચમાં ડુંગરી ફળિયા અને માંગેલવાડની ટીમ વચ્‍ચે મુકાબલો થયો હતો. જેમાં માંગેલવાડની ટીમ વિજેતા બની હતી. આ પ્રસંગે આયોજીત ઈનામ વિતરણ સમારંભમાં સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, જિ.પં.સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી તથા પંચાયત સભ્‍યોએ ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો હોંસલો પણ વધાર્યો હતો.
આ પ્રસંગે ‘વર્તમાન પ્રવાહ’ સાથે વાતચીત કરતા કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ક્રિકેટની રમતથી યુવાનોમાં જુસ્‍સો અને સ્‍પર્ધાની ભાવના કેળવાઈ છે અને સંઘ શક્‍તિ દ્વારા તેઓ પોતાનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરે છે. આવતા દિવસોમાં પણ કચીગામ ગ્રામ પંચાયત દ્વારા યુવાનોની પ્રતિભા વિકસે એ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Related posts

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

Leave a Comment