June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.02
ઉમરગામ નવી જીઆઇડીસીમાં મસાલા બનાવતી કંપની નજીકના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલા વાહનોમાંથીપાન મસાલા ગુટકાના જથ્‍થા સહિત એક ટ્રક અને બે આઇસર ટેમ્‍પા મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં પોલીસ તંત્રને સફળતા મળી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મળેલ બાતમીના આધારે ઉમરગામ નવી જીઆઇડીસીમાં મસાલા બનાવતી કંપની નજીકના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલ વાહનોમા તપાસ હાથ ધરી હતી. જ્‍યાં ટ્રક નંબર યુપી-78 ટીસી-1031માંથી આઇસર ટેમ્‍પો નંબર જીજે 15-એવી-3995 મા ગુટખાનો જથ્‍થો ભરવામાં આવી રહ્યો હતો. જે સ્‍થળે વાહનોમાં કામ કરી રહેલા મજદુર અને વાહન ચાલકની પૂછપરછ કરતા ગુટકાના કાગળો રજૂ કરવામાં નિષ્‍ફળ ગયા હતા અને વધુ પૂછપરછ કરતાં એક ગાડી ગુટકાના જથ્‍થા ભરી રવાના કરી હોવાનું જાણવા મળ્‍યું હતું. જેથી ઉમરગામ પોલીસે ગાંધીવાડી ખાતે વોચ ગોઠવી હતી અને પાન મસાલા ગુટકાનો જથ્‍થો ભરી રવાના થયેલ ટેમ્‍પો નંબર એમ એચ 04-એચવાય-0937ને આંતરી હતી અને પૂછપરછ કરતા ગેરકાયદેસર ગુટખાનો જથ્‍થો રવાના થયો હોવાનું બહાર આવતા પોલીસ તંત્રએ ગાડીને કબજે કરી હતી.
આ ઘટનામાં સંકળાયેલા ત્રણ વાહનચાલક 1. કુલદીપ શ્રીમહાવીર અગ્નિહોત્રી રહે કાનપુર યુપી 2. સંજય દશરથ જાદવ રહે થાના મહારાષ્‍ટ્ર 3. રામસિંગ રામરાજ ચૌહાણ રહે વાપી અને ગુટખાનો જથ્‍થોભરવાનુ કામ કરનાર 4. ચંદ્રેશ બંસતલાલ યાદવ સહિત ચાર ઈસમની પોલીસ તંત્રએ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

vartmanpravah

Leave a Comment