Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ સમસ્‍યા અંગે પાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ દ્વારા કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્‍યા અનુસાર જેઓ પાસે રહેવા માટે પોતાનું મકાન નથી અને ગરીબ છે અને વેપારીઓની સમસ્‍યા સાથે સામાન્‍ય જનતાના વિવિધ મુદ્દાઓ છે જેનો ઝડપી ઉકેલ લાવવામાં એ જરૂરી છે.
પ્રશાસન અને સેલવાસ પાલિકા દ્વારા બાલદેવી અને આંબેડકર નગર પીપરીયામાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના -શહેરી’ જેમા અંદાજીત 1200થી વધુ ફલેટ બનાવવામાં આવી રહ્યા છે જેને ઘણો લાંબો સમય થઈ ગયો છે જેમાં હજારો લોકોએ ફલેટ લેવા માટે અરજીઓ કરેલ છે અને કેટલાક લોકોએ તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા જમા પણ કરાવી દીધા છે જેઓને ક્‍યારે મકાન મળશે તેની રાહ જોઈ રહ્યા છે અને પાલિકાના ચક્કરો લગાવી ચુક્‍યા છે.
મળતી માહિતી મુજબ મકાનોનું કાર્ય અંતિમ ચરણમા છે તો જેઓ પાસે ઘર નથી તેઓને જલ્‍દીથી જલ્‍દી મકાન આપી દેવામાં આવે. બહુમાળી સામે જે શાકભાજી માર્કેટમાં બેસીને ધંધો કરનાર નાના વેપારીઓને નવું માર્કેટ બનાવવાનું છે એમ જણાવી તેઓને ગાયત્રી મંદિર અને કિલવણી નાકા પર લઈ જવામાં આવ્‍યાછે. આ વેપારીઓને જણાવેલ કે છ(6) મહિનાની અંદર માર્કેટ બની જશે અને પછી પરત આપને અહીં જ ધંધો કરવા માટે બેસાડવામાં આવશે, પરંતુ જે રીતે માર્કેટનું કામ ચાલી રહ્યું છે જે તદ્દન મંથરગતિએ ચાલી રહ્યું છે અને વેપારીઓની તકલીફ જોતા આ કામ જલ્‍દી પૂર્ણ કરવામાં આવે જેથી નાના વેપારીઓને જલ્‍દીથી દુકાન મળી શકે.
ગાયત્રી મંદિર પાસે બેસાડવામાં આવેલ વેપારીઓની હાલત ઘણી જ ખરાબ છે. હવે ગણતરીના દિવસોમાં ચોમાસુ પણ શરૂ થશે ત્‍યારે વરસાદ પડે તો આ જગ્‍યા પર કાદવ-કિચડ થઈ જાય છે જેના કારણે ઘરાકો પણ આવતા નથી.
પંચાયત માર્કેટમાં સ્‍માર્ટસીટી પાલિકા અને પ્રશાસન દ્વારા નવું માર્કેટ બનાવવાનું છે એમ જણાવી દરેક વેપારીઓને દુકાનો ખાલી કરાવી તેઓને ડોકમરડી ફાર્મમાં લઈ જવામાં આવ્‍યા અને 18મહિનામાં માર્કેટ બની જશે એમ જણાવ્‍યું હતું. પંચાયત માર્કેટના ડિમોલીશન બાદ હજી સુધી બાંધકામ કરવાની શરૂઆત પણ કરવામાં આવી નથી. આ વેપારીઓને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઘણી જ તકલીફ પડી રહી છે જેથી આ પંચાયત માર્કેટ પણ જલ્‍દીથી જલ્‍દી બને અને જે સમય સીમા આપવામાં આવેલ છે એ સમયમાં બની જાય જેથી આ વેપારીઓની સમસ્‍યા દુર થઈ શકે અને તેઓને જલ્‍દી દુકાન મળી શકે.
પાલિકાવિસ્‍તારમાં ખાસ કરીને મુખ્‍ય રસ્‍તાઓ પર કેટલાક રસ્‍તાઓ પર સ્‍માર્ટસીટી ડેવલોપમેન્‍ટ કરવા માટે ડિવાઈડર તોડવામાં આવ્‍યા છે જેના કારણે રોડના વચ્‍ચેના ભાગે માટી પડેલ છે જે વરસાદ આવવાથી રોડ ઉપર માટી ફેલાવવાની સંભાવના છે. થોડા દિવસ બાદ ચોમાસુ શરૂ થનાર છે અને જો વરસાદ પડશે તો અકસ્‍માતની સંભાવના વધી શકે એમ છે, જેનો તાત્‍કાલિક નિકાલ કરવામાં આવે જેથી ગંભીર અકસ્‍માત થતાં અટકાવી શકાય.
ઉપરાંત ડિવાઈડર નહીં હોવાને કારણે હાલમાં વાહનચાલકો પણ ગમે તેમ રસ્‍તો ક્રોસ કરી રહ્યા છે જેનાથી કોઈકવાર અકસ્‍માતની ઘટનાઓ પણ બની રહી છે જેથી જલ્‍દીથી જલ્‍દી ડિવાઈડર બનાવવામાં આવે એ જરૂરી છે.
પાલિકા વિસ્‍તારમાં જેઓની પોતાની દુકાનો છે અને હાલમા ધંધો કરી રહ્યા છે તેઓને પાલિકા અને સ્‍માર્ટસિટી દ્વારા સ્‍માર્ટસીટી ડેવલોપ કરવા માટે જે દુકાનની બહાર વરસાદ અને તડકાથી બચવા માટે પતરાંઓ લગાવવામાં આવેલ તેને વેપારીઓને કાઢવા માટે જણાવેલ અને એક જ ડિઝાઇનના પાંચ ફુટના પતરા લગાવવામાં આવશે પણ હજી સુધી પાલિકા દ્વારા વેપારીઓને આ પતરાં ક્‍યાં મળશે એ જણાવેલ નથી. વરસાદ આવવાની તૈયારી છે અને હાલમાં ગરમીનું પ્રમાણ પણ વધુ છે જેથી જલ્‍દીથી વેપારીઓને પતરાં ક્‍યાંથી લાવવાના છે એની જાણકારી આપેજેથી વરસાદ આવવા પહેલાં વેપારીઓ પતરાં લગાવી શકે. આ સેલવાસ શહેરના વિવિધ પ્રશ્નો અંગે પાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ દ્વારા પ્રદેશના સાંસદ, કલેક્‍ટર, આરડીસી અને પાલિકાના ચીફ ઓફિસરને શહેરના વિવિધ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે નિવેદન કરવામાં આવ્‍યું છે.

Related posts

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

Leave a Comment