Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

  • તા.8મી મેના સાંજે 5.30 વાગ્‍યાથી અને 9મી મેથી 16મી મે, 2022 સુધી સવારે 10.00 વાગ્‍યાથી રાત્રિના 9.00 વાગ્‍યા સુધી સામાન્‍ય લોકો પોતાના પરિવાર સાથે એક્‍સ્‍પોનો અનુભવ અને આનંદ માણી શકશે

  • એક્‍સ્‍પોમાં ઔદ્યોગિક પ્રદર્શન સહ વેચાણની સાથે સાથે કિડ્‍સ ઝોન અને ફૂડ કોર્ટની કરેલી વ્‍યવસ્‍થાથી લોકોને વિવિધ વ્‍યંજનોની લહેજત માણવાની પણ તક મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
અગામી રવિવાર તા.8મી મેના રોજ સાંજે 5.30 વાગ્‍યાથીદાદરા નગર હવેલી અને દમણ-દીવની ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી ઝાંખીનો નઝરાણો ઉન્નતિ ઔદ્યોગિક વેચાણ સહ એક્‍સ્‍પોનો શુભારંભ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા ઉદ્દઘાટન બાદ જોવા મળશે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે રામસેતુ બીચ રોડની સામે આયોજીત સમિયાણામાં દમણ અને સેલવાસના ઉદ્યોગો દ્વારા ઉત્‍પાદિત ઘર વપરાશની ચીજવસ્‍તુઓનું વેચાણ સહ પ્રદર્શન પણ કરાશે. ચીજવસ્‍તુઓનું વેચાણ ડિસ્‍કાઉન્‍ટ દરે કરવામાં આવશે.
આ ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પોમાં કિડ્‍સ ઝોન અને ફૂડ કોર્ટ પણ હશે. જેનાથી બાળકો અને ખાવા-પીવાના શોખીનો માટે વિવિધ વ્‍યંજનો પણ ઉપલબ્‍ધ રહેશે. જેના કારણે ઉન્નતિ એક્‍સ્‍પોની મુલાકાત દિવસભરનું સંભારણું પણ બની રહેશે.
તા.8મી મે, ર0રરના સાંજે 5.30 વાગ્‍યા બાદ અને 9મી મેથી 16મી મે, 2022 સુધી સવારે 10.00 વાગ્‍યાથી રાત્રિના 9.00 વાગ્‍યા સુધી સામાન્‍ય લોકો પોતાના પરિવાર સાથે એક્‍સ્‍પોનો અનુભવ અને આનંદ માણી શકશે.
આ એક્‍સ્‍પોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના અત્‍યાર સુધીના ઔદ્યોગિક વિકાસને પ્રદર્શિત કરવાની સાથે ઈન્‍ડસ્‍ટ્રીયલ મ્‍યુઝીયમમાં ઉદ્યોગોની સફળતાની સફર વિશે પણ માહિતી મળશે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્‍ટાર્ટઅપને ભારતભરના વિવિધ નિષ્‍ણાંતો દ્વારા માર્ગદર્શનની વ્‍યવસ્‍થા પણ એક્‍સ્‍પોમાં કરવામાં આવી છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment