April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

ઘોઘલાના બિસ્‍માર રસ્‍તાના નવનિર્માણ માટે જાગેલી આશાઃ અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટોને સમયમર્યાદામાં બેસ્‍ટ ટુ બેસ્‍ટ ક્‍વોલીટી સાથે કાર્ય પૂર્ણ કરવા તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દીવ મુલાકાતના ત્રીજા દિવસે ફોરેન માર્કેટ પ્રોજેક્‍ટ, ઘોઘલા સ્‍કૂલ, ઘોઘલા ચેકપોસ્‍ટ તથા ઘોઘલા ગામની પણ મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઘોઘલા ચેકપોસ્‍ટની મુલાકાત દરમિયાન ગુજરાત પોલીસ પણ આ ચેકપોસ્‍ટમાં જ રહે તેવી વ્‍યવસ્‍થા કરવા પણ તાકિદ કરી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની પણ આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ઘોઘલાના બિસ્‍માર રસ્‍તાઓ પણ પ્રશાસકશ્રીની નજરે ચડયા હતા. જેના કારણે હવે આ રસ્‍તાઓ દુરસ્‍ત બનશે એવી આશા ગ્રામજનોમાં પ્રબળ બનીહતી.
દરમિયાન પ્રશાસકશ્રીએ દીવ બીચ ગેમ્‍સની સાઈટ ઘોઘલા બીચનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 20 રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશો મળી કુલ 8 રમતમાં 1200 કરતા વધુ ખેલાડીઓની ઉપસ્‍થિતિ વચ્‍ચે યોજાનાર ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નું દિલ્‍હીથી વર્ચ્‍યુલી ઉદ્‌ઘાટન પણ કરવાના હોવાથી પ્રશાસન આયોજનમાં કોઈ કસર બાકી રહેવા માંગતું નથી. જેના કારણે પ્રશાસકશ્રીએ સ્‍વયં પણ આજે નજર કરી હતી.
દરમિયાન પ્રશાસકશ્રીએ અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને પ્રોજેક્‍ટો અંગે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે બેસ્‍ટ ટુ બેસ્‍ટ ક્‍વોલીટીનું સમયમર્યાદાની અંદર નિર્માણ કરવા પણ તાકિદ કરી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

દમણવાડા ખાતે ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ની બહેનો માટે પાપડ-અચારના પેકિંગ અને માર્કેટિંગની તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

vartmanpravah

સેલવાસ ન.પા.એ ઝંડાચોકથી સરસ્‍વતી ચોક સુધીના દબાણો દૂર કર્યા

vartmanpravah

Leave a Comment