September 6, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે ગૃહમંત્રી શ્રી અમિત શાહની સંભવિત દીવ મુલાકાત પૂર્વેની તૈયારીનું ઝડપથી નિરીક્ષણ કર્યુ હતું અને વરિષ્‍ઠ અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત સમય વચ્‍ચે આજે દીવની ખુબ જ ઝડપી મુલાકાત લીધી હતી અને બપોર બાદતેઓ દમણ આવવા માટે પણ રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અગામી 11મી જૂનના રોજ વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળી રહેલી ર6મી બેઠકના યજમાન બનવાનું સૌભાગ્‍ય દીવને પ્રાપ્ત થયું છે. ગૃહમંત્રી શ્રી અમિત શાહ ઉપરાંત મહારાષ્‍ટ્ર, ગુજરાત તથા ગોવાના મુખ્‍યમંત્રી તથા અન્‍ય મંત્રીઓની પણ ઉપસ્‍થિતિ રહેવાની છે ત્‍યારે પヘમિ ભારતના એક નવા ટૂરીસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે આગળ આવી રહેલા દીવમાં કોઈ કચાસ નહી રહે તેની તકેદારી પણ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.

Related posts

ધરમપુરમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશે

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

vartmanpravah

Leave a Comment