October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળોએ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવા અને નિહાળવા યોજાયેલો સમારંભ

  • સોમનાથ, દુણેઠા અને દમણ શહેરમાં થયેલું આયોજન

  • દમણ શહેરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, જિલ્લા પ્રમુખ અસ્‍પી દમણિયા, ન.પા. પ્રમુખ સોનલબેન પટેલ, જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની રહેલી ઉપસ્‍થિતિ

  • સોમનાથ ખાતે પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્‍તા મજીદ લધાણીની ઉપસ્‍થિતિમાં ભાજપ કાર્યકર મહેન્‍દ્રભાઈ કામલી અને જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ અને મહામંત્રી વિમલભાઈ પટેલસહિત ઔદ્યોગિક મજૂરો અને કાર્યકર્તાઓ સાથે નિહાળેલો કાર્યક્રમ

  • દુણેઠામાં દમણ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રૂક્ષ્મણીબેન ભાનુશાલીના નેતૃત્‍વમાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ‘મન કી બાત’ સાંભળવા અને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજે 2021ના વર્ષના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના અંતિમ અને 84મા પ્રસારણને દમણ જિલ્લામાં ત્રણ સ્‍થળે નિહાળવા અને સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.
દમણના સોમનાથ, દુણેઠા અને દમણ શહેર ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળવા અને સાંભળવા યોજાયેલ સમારંભમાં સોમનાથ પંચાયત ખાતે ભાજપના કાર્યકર્તા શ્રી મહેન્‍દ્રભાઈ કામલીના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી વિમલભાઈ પટેલ સહિત ઔદ્યોગિક મજૂરો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ તરફથી આ કાર્યક્રમના નિરીક્ષણ અને માર્ગદર્શન માટે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ અને ‘મન કી બાત’ કાર્યક્રમના પ્રદેશ સંયોજક તથા પ્રદેશ પ્રવક્‍તા શ્રી મજીદભાઈ લધાણી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
દુણેઠા ગ્રામ પંચાયત ખાતે દમણ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રીમતી રૂક્ષ્મણીબેન ભાનુશાલીના નેતૃત્‍વમાં આયોજીત મન કી બાત’ કાર્યક્રમમાંમોટી સંખ્‍યામાં બહેનોએ ભાગ લીધો હતો.
દમણ શહેર મંડળના મહામંત્રી શ્રી મનિષ બાબુ ટંડેલના નેતૃત્‍વમાં કાટેલા પાર્ટી પ્‍લોટ ખાતે મન કી બાત’ કાર્યક્રમ સાંભળવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ, દમણ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી બાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી બી.એમ.માછી, શ્રી પ્રમોદ દમણિયા, શ્રી બાબુસિંહ રાજપૂરોહિત, શ્રી રાજીવ ભટ્ટ, શ્રી આશિષ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah

કુકેરી શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થનાર મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment