Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્‍તારનો રસ્‍તો ઘણા વર્ષો પહેલા પાકો બન્‍યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને કારણે હાલમાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્‍તા અંગે જિલ્લા પંચાયત સભ્‍ય સરપંચ સહિત અધિકારીઓને પણ રજૂઆત કરવામા આવી છે પરંતુ આ રસ્‍તો હજી સુધી રીપેર કરવામા આવ્‍યો નથી.
આ ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્‍બ્‍યુલન્‍સ પણ સમય પર પહોંચી શકતી નથી. થોડા દિવસો બાદ ચોમાસુ શરુ થનાર છે. જો આ રસ્‍તો ચોમાસા પહેલા રીપેર નહી કરવામા આવશે તો વાહનચાલકો સાથે ગ્રામજનોને ઘણી જ તકલીફો પડશે. તેથી પ્રશાસન દ્વારા આ રસ્‍તાને જલ્‍દીથી જલ્‍દી રીપેર કરવામા આવે એવી ગ્રામજનોની માંગ છે.

Related posts

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર જેટલા યુવાનોની દેશના સૈન્‍યમાં પસંદગી થતા ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ

vartmanpravah

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah

Leave a Comment