March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈએ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીના ઉપલક્ષમાં દાનહમાં 75 અમૃત સરોવર તૈયાર કરવા જિલ્લા કલેક્‍ટરને પાઠવેલો પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીના અંતરિયાળ અને જંગલ વિસ્‍તારના ગામોમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે આઝાદીના અમળત મહોત્‍સવના ઉપલક્ષમાં વિવિધ પટેલાદોમા 75 અમળત સરોવરના નિર્માણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા કલેક્‍ટરને લેખિત રજુઆત કરી છે. જેમા જણાવ્‍યા અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશમા આઝાદીનો અમળત મહોત્‍સવની ઉજવણીની શરૂઆત માર્ચ 2021માં 75 મહિના અગાઉથી કરાવી હતી જેના માધ્‍યમથી લોકો આત્‍મનિર્ભર બની દેશના વિકાસમા યથાયોગ્‍ય પોતાનો સહયોગ આપે,જેના દ્વારા દેશનું નામ વિશ્વમાં ખુબ જ આદરપુર્વક લેવાય અને ભારતની છબી એક મજબૂતલોકતાંત્રિક રાષ્‍ટ્ર તરીકે નિર્માણ થાય.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 88મા એપિસોડમા તેમણે ભવિષ્‍યમા વિશ્વમા આવનારા સમયમા પીવાના પાણીની ગંભીર સમસ્‍યા ઉદભવવા વિષે ચિંતા જતાવેલ હતી અને તેના નિવારણ હેતુ આપણા દેશના તમામ જીલ્લાઓમા 75 અમળત સરોવર/તળાવાનું નિર્માણ કરવા આહ્‌વાન કર્યુ હતું.
દાદરા નગર હવેલીમાં પણ જંગલ વિસ્‍તારોમા આવેલ અંતરિયાળ ગામોમા પીવાના પાણીની ગંભીર સમસ્‍યા ઉદભવેલ છે. દાનહમાં મધુબન ડેમના કેચમેન્‍ટ એરિયાનું પાણી આજુબાજુ રહેતા આદિવાસી લોકો ફક્‍ત જોઈ જ શકે છે,પરંતુ પીવા માટે નસીબમા નથી. ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી એકીકળત પાણી પુરવઠા યોજના વર્ષ 2014થી લાગુ કરેલ તેમ છતા જિલ્લા પંચાયત દ્વારા સદર યોજનાની વ્‍યાપકતા ઉપર ગંભીરતાથી કામ કરવામા આવેલ નથી,જેના કારણે લોકોને નલ સે જલ મળવાનુ તો દૂર પરંતુ પોતાની નિષ્‍ફ્‌ળતા છુપાવવા તેઓ દ્વારા ટેન્‍કરથી પાણી પોંહચાડવામા આવે છે. જેના કારણે આદિવાસી વિસ્‍તારોમા પાણીની વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામેલ છે. જેથી પીવાના પાણીની આ સમસ્‍યાના કાયમી ઉકેલ હેતુ તાત્‍કાલિક અસરકારક પગલા લેવામા આવે, સાથે સાથે ચોમાસા પહેલા 75 અમળતસરોવર/તળાવોનું નિર્માણ યુદ્ધના ધોરણે વિવિધ ગામોમા કરવામા આવે તથા જુના તળાવોને ઉંડા કરી વધુ પાણી સંગ્રહ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામા આવે તેવી માંગ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મનિષ દેસાઈ દ્વારા કરવામા આવી છે.

Related posts

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના એક્‍ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજેતા : સર્વે રિપોર્ટ

vartmanpravah

અંડર-14, 17 અને 19 શ્રેણીની છોકરીઓ માટે દમણમાં આંતર શાળાકીય ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

Leave a Comment