Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
પશુ તબીબની ત્રણ જગ્‍યા ખાલી છે. તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા ખાલી જગ્‍યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ મોટાપાયે વિકસિત થયેલો છે અને ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓની સંખ્‍યા વિશેષ છે અને અનેક પરિવારો પશુપાલનના વ્‍યવસાયથી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે. ચીખલી તાલુકામાં ચીખલી, રાનકુવા, રૂમલા અને રાનવેરી કલ્લા એમ ચાર જેટલા સરકારી પશુ દવાખાના કાર્યરત છે અને તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. પરંતુ ચાર પશુ દવાખાના પૈકી ચીખલીમાં માત્ર એક જ દવાખાનામાં પશુચિકિત્‍સક છે. જ્‍યારે ત્રણ જેટલી જગ્‍યાઓ ખાલી છે.
ઉપરોક્‍ત સંજોગોમાં પશુઓ બીમાર થાય કે અન્‍ય કોઈ તકલીફ ઊભી થાય તો સમયસર સારવારનો અભાવ રહેતો હોય છે. બીજી તરફ ખાનગી તબીબો પાસે સારવારમાં પશુપાલકોને વધુ ખર્ચ થતો હોય છે. સમયસર સારવારના અભાવે ઘણીવાર લાખો રૂપિયાનું પશુધનમાંથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. જેને પગલે પશુપાલકોને આર્થિક ફટકો પણ લાગતો હોય છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા તાલુકામાં પશુચિકિત્‍સકોનીખાલી તમામ ત્રણ જગ્‍યાઓ પર નિમણૂક કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
ચીખલીના પશુચિકિત્‍સક કે.ડી.પટેલના જણાવ્‍યાનુસાર પશુ તબીબોના પ્રમોશનને પગલે ચીખલીમાં એક જ પશુ તબીબ છે. પરંતુ બદલીના હુકમો થતા ખાલી જગ્‍યાઓ પર નિમણૂક થઈ જશે.

તસવીર દિપક સોલંકી

Related posts

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

Leave a Comment