April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતતંત્રી લેખદેશપારડીમનોરંજનવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના ખેલાડીઓ સુરત ઝોન કક્ષાના ખેલ મહાકુંભમાં હોકીની રમતમા ફાઈનલ સુધી પહોંચી ફાઈનલમાં રનર્સ અપ રહી અને ટીમના 4 ખેલાડી રાજ્‍ય કક્ષાના ખેલમહાકુંભની ટીમ માટે પસંદગી પામતા શાળાનુ ગૌરવ વધાર્યું છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત ઝોન કક્ષાની ખેલ મહાકુંભ હોકી સ્‍પર્ધાનું આયોજન થયું હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનાચાર વિદ્યાર્થીઓએ મહત્‍વનુ યોગદાન આપી વલસાડ જિલ્લાને બીજો નંબર પ્રાપ્ત કરાવ્‍યો હતો.
આ ચાર વિદ્યાર્થીઓ (અરવલ્લી મોડાસા) રાજ્‍ય કક્ષા એ જશે જેમાં અંશ પટેલ, પુર્વ પટેલ, જેનીલ પટેલ અને ધ્‍યેય પટેલનો સમાવેશ થાય છે.
તમામ ખેલાડીઓને તાલિમ પીટી શિક્ષક પૂજન પટેલ અને બ્રિજેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ. કપિલ સ્‍વામી, ડાયરેક્‍ટર ડૉ. શૈલેષભાઈ લોહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્‍ટાફે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

નેશનલ મેથ્‍સ ઓલિમ્‍પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની

vartmanpravah

Leave a Comment