December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

માછીમારોને દરિયો નહીં ખેડવા સુચનો અપાયા : તા.28, 29, 30 વરસાદની આગાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27
આજે શુક્રવારે હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લાનો દરિયો તોફાની બન્‍યો હતો. 60 કિ.મી. ઝડપે તોફાની પવનો ફુંકાતા જિલ્લાના કાંઠા વિસ્‍તારને એલર્ટ જાહેર કરાયો હતો. તેમજ માછીમારોને કલેક્‍ટર દ્વારા દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અલગ અલગ જગ્‍યાએ પડયો હતો.સામાન્‍ય રીતે 1 જુન આસપાસ કેરળમાં ચોમાસુ પહોંચે છે અને દક્ષિણ ગુજરાતમાં 15 જુન પછી એવરેજ ચોમાસુ શરૂ થતુ હોય છે પરંતુ હાલના સમયમાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવી ગયો છે તેથી સદાય કરતા વહેલુ ચોમાસુ બેસવાનો અણસારો વર્તાઈ રહ્યો છે. ફિસરિઝ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું છે તેમજ તા.30 સુધી દરિયો નહી ખેડવાની સુચના અપાઈ છે. હાલમાં અચાનક અરબી સમુદ્રમાં તોફાન અને પવનો ફુંકાવા આજે ચાલુ થયા હતા. તિથલ સહિતના દરિયા કિનારે પર્યટકોને નહી જવાની પણ સુચના વહીવટી તંત્રએ જારી કરી હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

Leave a Comment