October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ 31
દીવ નગરપાલિકા-2022ની આગામી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંબંધમાં આજે દીવ જિલ્લાનામલ્‍ટિ પોસ્‍ટમલ્‍ટિ વોટઈવીએમનું પ્રથમ સ્‍તરનું ચેકિંગ દીવ કલેક્‍ટર કચેરીના સભાખંડમાં સવારે 10:00 વાગ્‍યાથી શરૂ કરવામાં આવ્‍યું હતું. આ પરીક્ષણ ઈલેક્‍ટ્રોનિક્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ, હૈદરાબાદના ઈજનેરોએ કર્યું હતું. સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને આ પ્રસંગે વહીવટીતંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. ઈવીએમ ચેકિંગ સંબંધિત તમામ પ્રક્રિયાઓનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર, દીવ દ્વારા આ સંદર્ભે દીવ જિલ્લાના તમામ રાજકીય પક્ષો/અધિકારીઓ/પ્રતિનિધિઓને વેરહાઉસ ખોલવા અને બંધ કરવા અને ઈવીએમના પ્રથમ સ્‍તરના ચેકિંગ દરમિયાન આ અંગેની માહિતી જારી કરવામાં આવી છે. ઉપરાંત એ પણ સલાહ આપવામાં આવી હતી કે આ સમયદરમિયાન, માન્‍ય ફોટો ઓળખપત્ર/પાસ વિના મોબાઇલ ફોન, કેમેરા, લાઇટર વેરહાઉસ અથવા ઇવીએમ પરીક્ષણ રૂમની નજીક લઈ જવાની મંજૂરી આપવામાં આવતી નથી.

Related posts

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah

વાપી ચણોદ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી થયાનું બહાર પડયું

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

કુકેરી શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના આર્થિક યોગદાનથી નિર્માણ થનાર મેડિકલ સેન્‍ટર અને ગર્લ્‍સ હોસ્‍ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment