July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દાદરા નગર હવેલીના ત્રણ ઔદ્યોગિક સંગઠનોનુ એક સંઘ છે. જેની અધ્‍યક્ષતા દર વર્ષે એક એક સંગઠનને આપવામાં આવે છે. વર્ષ 2022-23 માટે અધ્‍યક્ષ તરીકે શ્રી સંજીવ કપુરની નિયુક્‍તિ કરવામાં આવી છે, જેઓ સિલવાસા ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ છે. તેઓની ટીમમાં શ્રી રવિ પાંડે જેઓ સિલવાસા ઇન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ડ મેન્‍યુફેક્‍ચર એસોસિયેશનના ઉપ પ્રમુખ છે અને ડો. આર. શેલકે જેઓ દાનહ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના માનદ સચિવ છે તેઓને મહાસંઘમાં ઉપાધ્‍યક્ષ અને મહાસચિવ તરીકે નિયુક્‍ત કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેયપદાધિકારીઓ પાસે વિસ્‍તૃત ઔદ્યોગિક અનુભવ છે. શ્રી સંજીવ કપૂર દિપક પોલીસ્‍ટરના ચેરમેન છે. શ્રી રવિ પાંડે એ.વાય.એમ. સિન્‍ટેક્‍સ લિમિટેડના ઉપાધ્‍યક્ષ અને ફયુઝન કોર્પોરેટ સોલ્‍યુશનના પ્રમુખ છે. ડો. શેલકે જયકોર્પ સમૂહના અધિકારી છે.
આ અવસરે ભૂતપૂર્વ ટીમના અધ્‍યક્ષ શ્રી અજીત યાદવે નવી ટીમને શુભકામના આપી હતી અને પૂર્ણ સહયોગનું આશ્વાસન પણ આપ્‍યુ હતું. શ્રી સંજીવ કપુરે પણ શ્રી અજીત યાદવ અને એમની ટીમને પાછલા એક વર્ષના કાર્યકાળમાં ઉદ્યોગોની સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે મહત્‍વપૂર્ણ કાર્ય કરવા માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

Leave a Comment