Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

સાયકલ દ્વારા ઉદ્યોગો અને સરકારી કચેરીમાં નોકરીએ જવાનો શરૂ થયેલો ટ્રેન્‍ડઃ સ્‍માર્ટ સીટી સેલવાસની પહેલને મળી રહેલું સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
સેલવાસ ‘સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા આજે ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસના વિવિધ વિસ્‍તારોમાંથી સાયકલ રેલી કાઢવામાં આવી હતી અને સવારે દાનહના ઉદ્યોગોના સહયોગથી સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું.
સેલવાસ ‘સ્‍માર્ટ સીટી લિમીટેડ’ના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખ દ્વારા સાયકલ સવારીને ઉત્તેજન આપવા શરૂ કરેલી પહેલનું સાર્થક પરિણામ મળતું દેખાઈ રહ્યું છે. ઘણાં સાયકલ દ્વારા ઉદ્યોગો અને સરકારી કચેરીઓમાં જઈ રહ્યા છે. જેના કારણે પ્રદૂષણ ઉપર અંકુશ આવવાની સાથે સાયકલ ચાલકોના આરોગ્‍ય ઉપર પણ હકારાત્‍મક અસર દેખાશે.
આજે સાંજે ઝંડાચોક સ્‍કૂલ, ભસતા ફળિયા સહિત વિવિધ સોસાયટીઓમાંથી સાયકલ રેલી કાઢવામાં આવી હતી. જ્‍યારે ગ્રામ્‍યવિસ્‍તારમાં સામરવરણી ગાર્ડન સીટી સોસાયટી ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જ્‍યારે ઝંડાચોક સ્‍કૂલ પાસેથી સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખે લીલી ઝંડી બતાવી સાયકલ રેલી રવાના કરાવી હતી. ભસતા ફળિયાથી સ્‍કાઉટ ગાઈડ દ્વારા રેલીનું પ્રસ્‍થાન કરાવાયું હતું. આ રેલી શહેરમાં ફરતા ઠેર ઠેર સાયકલ સવારો જ નજરે પડતા હતા અને લોકોને સાયકલનું મહત્‍વ પણ સમજાયું હતું. સાયકલ રેલીના સેલવાસ શહેર ભ્રમણ બાદ દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટ ઉપર સમાપન થયું હતું. જ્‍યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખે સાયકલ સવારોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

આજે દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવને આનંદ-ઉલ્લાસથી ઉજવાશે

vartmanpravah

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

vartmanpravah

Leave a Comment