Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણ-દીવ અને લક્ષદ્વીપ સમુદ્ર સાથે જોડાયેલા પ્રદેશો હોવાથી કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ સાથેની પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતનું વધેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.05
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે દિલ્‍હી ખાતે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી વિવિધ મહત્‍વના મુદ્દાઉપર ચર્ચા-વિચારણા પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવ તથા લક્ષદ્વીપનો મોટો હિસ્‍સો સમુદ્ર સાથે જોડાયેલો છે. હાલમાં જળમાર્ગે લક્ષદ્વીપના આવન-જાવન માટે કેરલા ઉપર આધાર રાખવો પડે છે. જ્‍યારે દીવ અને દમણ વચ્‍ચે જળમાર્ગે ટ્રાન્‍સપોર્ટેશનનો પ્રસ્‍તાવ વિચારાધીન છે. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જહાજ બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથેની મુલાકાતનું પ્રદેશના વિકાસ માટે ખુબ જ મહત્‍વ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

મોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment